આમચી મુંબઈસ્પેશિયલ ફિચર્સ

લોકલ ટ્રેનમાં બેગ છાતી પર લઈને પ્રવાસ કરો છો? જીવલેણ સાબિત થઈ શકે છે આ આદત…

મુંબઈઃ લોકલ ટ્રેન એ મુંબઈગરાની લાઈફલાઈન છે અને દરરોજ લાખો મુસાફરોને એક ઠેકાણેથી બીજા ઠેકાણે પહોંચાડવામાં આ લાઈફલાઈન મહત્ત્વનો ભાગ ભજવે છે. પરંતુ લોકલ ટ્રેનની ભીડ દિવસે દિવસે વધી રહી છે અને જતાં દિવસે આ પ્રવાસ વધુને વધુ જોખમી અને જીવલેણ થતો જઈ રહ્યો છે.

ટ્રેનમાં પ્રવાસ કરતી વખતે આપણામાંથી ઘણા લોકો બેગપેકને આગળ છાતી પર પહેરીને પ્રવાસ કરીએ છીએ. પરંતુ શું તમને ખબર છે તમારી આ આદત તમારા માટે જીવલેણ સાબિત થઈ શકે છે? આવું અમે નહીં પણ મુંબઈના એક જાણીતા પ્રસિદ્ધ ફિઝિશિયન કહી રહ્યા છે. આવો જોઈએ વધુમાં શું કહે છે આ ફિઝિશિયન…


મુંબઈ જેવા મેટ્રો સિટીમાં લોકલ ટ્રેન અને બસમાં ઊભા ઊભા પ્રવાસ કરવો એ સામાન્ય બાબત થઈ ગઈ છે. ભીડને કારણે ટ્રેન અને બસમાં બેસવાની જગ્યા મળતી જ નથી અને લાંબા સમય સુધી ભારેભરખમ બેગપેક છાતી પર લઈને પ્રવાસ કરવો એ જોખમી સાબિત થઈ રહ્યું છે.


બેગપેકને સપોર્ટ આપવા માટે અને બેલેન્સ કરવા માટે હાથનો ઉપયોગ કરવો પડે છે. દરરોજ દોઢ-બે કલાક આ રીતે પ્રવાસ કરવો મુંબઈગરા માટે જોખમી સાબિત થઈ રહ્યું છે અને શરીરના વિવિધ અવયવો પર તેની અસર જોવા મળે છે, એવું મુંબઈની એક નામચીન હોસ્પિટલમાં ફિઝિશિયન તરીકે ફરજ બજાવતા ડોક્ટરે જણાવ્યું હતું.


છાતી પર પડે છે અસર…
વજનદાર બેગપેક આગળ છાતી પર લઈને ઊભા રહેવાને કારણે શરીરની સ્થિતી પર, ગરદન પર અને પીઠ પર એની અસર જોવા મળી છે. આને કારણે પીઠનો દુઃખાવો, મસલ્સ પેન થઈ શકે છે. એટલું જ નહીં છાતી પર આ રીતે બેગ લઈને પ્રવાસ કરવાને કારણે મહિલાઓના સ્તન પર પણ વિપરીત અસર જોવા મળે છે અને ઘણી વખત દુખાવો પણ થાય છે. આ સિવાય પુરુષોને પણ ચેસ્ટ પેઈન જેવી સમસ્યા સતાવી શકે છે.


વેરિકોઝની સમસ્યા સતાવી શકે…
લાંબા સમય સુધી આ રીતે વજન લઈને ઊભા રહેવાને કારણે પગમાં ક્રોનિક વેન્સ ઈન્સ્યુફિશિયન્સ કે પછી સીવીઈ સહિત દુઃખાવો થઈ શકે છે. આને કારણે વેરિકોઝ વેન્સ જેવી સમસ્યા પણ સતાવી શકે છે. લાંબા સમય સુધી આ રીતે ઊભા રહેવાને કારણે આ સમસ્યા વધુ વકરી શકે છે.


વર્ટિગો પણ આપી શકે છે ભેટમાં
મુસાફરી દરમિયાન વજનદાર બેગ લઈને ઊભા રહેવાને કારણે ચક્કર આવવા અને વર્ટિગો જેવી બીમારી પણ થઈ શકે છે. આને કારણે થાક અનુભવાય છે. સતત આવું થવાથી ગરદન અને હાથમાં ન્યુરોલોજિકલ સમસ્યાઓ ઉદ્ભવે છે.


મસલ્સ પેઈનનું કારણ બને છે આ આદત…
લાસ્ટ બટ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ વાત એટલે તમારી આ આદતને કારણે તમને મસલ્સ પેઈન પણ થઈ શરે છે. પ્રવાસ કરતી વખતે હેન્ડલ પકડવા કે સ્ટીલનો સળિયાનો આધાર લેવા માટે લાંબો હાથ ખરતી વખતે બ્રેચિયલ પ્લેક્સસને મુશ્કેલી પડી છે. આને કારણે મસલ્સ સ્ટીફ થઈ જવા, હાથ દુઃખવા જેવી સમસ્યા સતાવી શકે છે. શરીરની કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ માટે પણ તમારી આ ટેવ જોખમી સાબિત થઈ શકે છે. આ ઉપરાંત હાર્ટ રેટ વધવું કે હાઈ બ્લડપ્રેશર જેવી સમસ્યા પણ જોવા મળે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…