આમચી મુંબઈમહારાષ્ટ્ર

Mumbai-Pune, Goa વચ્ચે પ્રવાસ કરવાના છો? રેલવેએ કરી મહત્ત્વની જાહેરાત…

મુંબઈઃ શાળામાં પડેલું ઉનાળુ વેકેશન ધીરે ધીરે પૂરું થઈ રહ્યું છે અને જો તમે પણ વેકેશનના છેલ્લાં દિવસોમાં પરિવાર અને બાળકો સાથે ગોવા કે કોંકણના દરિયા કિનારા પર એક મિનિ વેકશન પર જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો તમારા એ પ્લાન પર મધ્ય રેલવે (Central Railway)એ ઠંડુગાર પાણી ફેરવી દીધું છે. મધ્ય રેલવે દ્વારા કોંકણ રેલવે પર બ્લોક (Central Railway Annouce Mega Block On Konkan Railway) લેવાની જાહેરાત કરવામાં આવી છે, જેને કારણે ટ્રેનોના ટાઈમટેબલમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

પ્લેટફોર્મની લંબાઈ વધારવા અને યાર્ડનું કામકાજ હાથ ધરવા માટે મધ્ય રેલવે દ્વારા સીએસએમટી ખાતે બ્લોક હાથ ધરવામાં આવ્યો છે અને એને કારણે સેંકડો ટ્રેનોના ટાઈમિંગમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ બધા વચ્ચે કોંકણ રેલવે પર 31મી મેના રત્નાગિરીથી વૈભવવાડી વચ્ચે સવારે 9.10 વાગ્યાથી સવારે 11.40 વાગ્યા સુધી બ્લોક હાથ ધરવામાં આવશે. આ બ્લોકને કારણે અનેક ટ્રેનોનું ટાઈમટેબલ ખોરવાઈ જશે.

આ બ્લોકને કારણે 10106 સાવંતવાડી-દીવા એક્સપ્રેસ, 12051 સીએસએમટી-મડગાંવ જનશતાબ્દી એક્સપ્રેસ, 22119 સીએસએમટી-મડગાંવ તેજસ એક્સપ્રેસ અને ડાઉન મંગલા લક્ષદ્વિપ એક્સપ્રેસ સહિત મુંબઈ આવનારી અપ ટ્રેનોના ધાંધિયા રહેશે. આ ટ્રેનો પોતાના નિર્ધારિત સમય કરતાં મોડી દોડશે.

દરમિયાન મધ્ય રેલવે પર સીએસએમટી ખાતે પ્લેટફોર્મ નંબર 10-11ની લંબાઈ વધારવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે અને આ માટે 23મી મેથી 31મી મે સુધી દરરોજ રાતે 12.30 વાગ્યાથી 4.30 વાગ્યા સુધી ચાર કલાકનો બ્લોક હાથ ધરવામાં આવ્યો છે. આ બ્લોકને કારણે મુંબઈ-પુણે પ્રગતિ એક્સપ્રેસ, ઈન્ટરસિટી એક્સપ્રેસ, મુંબઈ-શિરડી વંદેભારત એક્સપ્રેસ રદ કરવામાં આવશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button