ઉત્તર ભારતમાં ટ્રેન મારફત પ્રવાસ કરવાના છો? વાંચી લો મહત્ત્વના ન્યૂઝ, રદ રહેશે આટલી ટ્રેનો
મુંબઈ: આગામી દિવસોમાં ઉત્તર ભારતમાં ટ્રેન મારફત ટ્રાવેલ કરવાનું વિચારતા હો તો પશ્ચિમ રેલવેના મહત્ત્વના સમાચાર વાંચી લેજો, કારણ કે આગ્રા ડિવિઝનના મથુરા જંકશન ખાતે નોન-ઇન્ટરલોકિંગ કામકાજને કારણે ઉત્તર ભારતની અમુક ટ્રેનોને રદ રહેશે. ઈન્ટરલોકિંગ કામગીરી કારણે મુંબઈથી ઊપડતી લાંબા અંતરની અમુક મેલ અને એક્સ્પ્રેસ ટ્રેનોને જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિના દરમિયાન રદ રહેશે. રદ રહેનારી મહત્ત્વની ટ્રેનમાં મુંબઈ સેન્ટ્રલ-નવી દિલ્હી દુરંતો એક્સ્પ્રેસને આઠમી જાન્યુઆરીથી બીજી ફેબ્રુઆરી સુધી રદ રાખવામાં આવી છે. ત્યાર બાદ નવી દિલ્હી-મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સ્પ્રેસને પણ નવ જાન્યુઆરીથી ત્રણ ફેબ્રુઆરી સુધી રદ કરવામાં આવી છે.
મથુરા જંકશન ખાતે હાથ ધરવામાં આવેલા કામને લીધે બાન્દ્રા ટર્મિનસ- હરિદ્વાર સુપરફાસ્ટ એક્સપ્રેસને 10થી 31 જાન્યુઆરી સુધી રદ કરવામાં આવી છે અને આ સાથે હરદ્વાર બાન્દ્રા ટર્મિનસ સુપરફાસ્ટ એક્સપ્રેસને પણ 11 જાન્યુઆરીથી એક ફેબ્રુઆરી સુધી રદ કરવામાં આવી છે. તેમ જ બાંદ્રા ટર્મિનસ-નિઝામુદ્દીન યુવા એક્સપ્રેસને 12 જાન્યુઆરીથી બે ફેબ્રુઆરી સુધી રદ રહેશે. હઝરત નિઝામુદ્દીન-બાંદ્રા ટર્મિનસ યુવા એક્સપ્રેસને 13 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી સુધી રદ રહેશે.
આ બધી ટ્રેનો સાથે બાન્દ્રા ટર્મિનસ-ગોરખપુર (અનરિઝર્વ્ડ ટ્રેન)ને 21 જાન્યુઆરીથી ચાર ફેબ્રુઆરી સુધી, ગોરખપુર-બાન્દ્રા ટર્મિનસ ટ્રેનને 23 જાન્યુઆરીથી છ ફેબ્રુઆરી સુધી, બાન્દ્રા ટર્મિનસ-રામનગર સુપરફાસ્ટ ટ્રેનને 25 જાન્યુઆરીથી એક ફેબ્રુઆરી સુધી, રામનગર-બાન્દ્રા ટર્મિનસ સુપરફાસ્ટ ટ્રેનને 26 જાન્યુઆરીથી બે ફેબ્રુઆરી સુધી, બાન્દ્રા ટર્મિનસ-કાનપુર સુપરફાસ્ટ એક્સ્પ્રેસને 26 જાન્યુઆરીથી બે ફેબ્રુઆરી સુધી, કાનપુર-બાન્દ્રા ટર્મિનસ સુપરફાસ્ટ એક્સ્પ્રેસને 24થી 31 જાન્યુઆરી સુધી રદ કરવામાં આવવાની છે.
બાન્દ્રા ટર્મિનસ-લખનઉ સુપરફાસ્ટ એક્સ્પ્રેસને 20 જાન્યુઆરીથી ત્રણ ફેબ્રુઆરી સુધી, લખનઉ-બાન્દ્રા ટર્મિનસ સુપરફાસ્ટ એક્સ્પ્રેસને 21 જાન્યુઆરીથી ચાર ફેબ્રુઆરી સુધી, બાન્દ્રા ટર્મિનસ-ગોરખપુર ટ્રેનને 13 જાન્યુઆરીથી ત્રણ ફેબ્રુઆરી સુધી અને ગોરખપુર-બાન્દ્રા ટર્મિનસ અનરિઝર્વ્ડ ટ્રેનને 12 જાન્યુઆરીથી બે ફેબ્રુઆરી સુધી રદ રાખવામા આવી હોવાની માહિતી રેલવે પ્રશાસન દ્વારા આપવામાં આવી છે.