મધ્ય રેલવેના 15 સ્ટેશનો પર પ્રવાસીઓને મળશે આ ખાસ સુવિધા…
મુંબઈઃ ઈન્ડિયન રેલવે એ દુનિયાભરના રેલવે નેટવર્કમાં ચોથા નંબરે આવતું વિશાળ નેટવર્ક છે અને દરરોજ લાખો લોકો આ ઈન્ડિયન રેલવેથી પ્રવાસ કરે છે. હવે મધ્ય રેલવે Indian Railway Catering And Tourism Corporation (IRCTC) સાથે મળીને એક બજેટ ફ્રેન્ડલી મીલની સુવિધા આપવા જઈ રહી છે. ઉનાળામાં લાંબાં અંતરની ટ્રેનોમાં પ્રવાસ કરી રહેલાં પ્રવાસીઓની સુવિધાને ધ્યાનમાં લઈને મધ્ય રેલવેના 15 રેલવે સ્ટેશન પર આ સુવિધા પૂરી પાડવામાં આવશે.
આ પણ વાંચો: હવે આચારસંહિતાને કારણે મુંબઈના સ્ટેશનો પરના થ્રીડી સેલ્ફી બૂથ હટાવાયા
મંગળવારે મધ્ય રેલવે દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર લાંબા અંતરની ટ્રેન ઊભી રહેતી હશે એવા 15 જેટલા મહત્ત્વના સ્ટેશન પર બજેટ ફ્રેન્ડલી મીલની સુવિધા પૂરી પાડવામાં આવશે. આ 15 સ્ટેશન પર Igatpuri, Karjat, Manmad, Khandwa, Badnera, Shegaon, Pune, Miraj, Daund, Sainagar Shirdi, Nagpur, Wardha, Solapur, Wadi and Kurduwadi જેવા વિવિધ સ્ટેશનોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: મધ્ય રેલવેના પ્રવાસીઓ માટે Good News, આ બે સ્ટેશનો વચ્ચેનો પ્રવાસ બનશે ઝડપી…
રેલવેના અન્ય એક વરિષ્ઠ અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ ઈનિશિયેટિવ અન રિઝર્વ્ડ કોચમાં પ્રવાસ કરી રહેલાં પ્રવાસીઓને ધ્યાનમાં લઈને શરૂ કરવામાં આવ્યું છે. અધિકારી દ્વારા વધુમાં એવું પણ જણાવવામાં આવ્યું હતું કે આ ઈકોનોમી મીલ 20 રૂપિયામાં ખરીદી શકશે, જેમાં સાત પૂરી, બટેટાની સૂકી ભાજી આપવામાં આવશે, જ્યારે 50 રૂપિયામાં પ્રવાસીઓ ભાત સાથે snack meals ખરીદી શકાશે.