યાત્રીગણ કૃપયા ધ્યાન દે: દાદર સ્ટેશન પર 9મી ડિસેમ્બરથી થશે મોટો ફેરફાર

મુંબઇ: મુંબઇનું સેન્ટર કયુ જો એવો પ્રશ્ન પૂછવામાં આવે તો દાદર આ એક જ નામ સાંભળવા મળશે. દાદર રેલવે સ્ટેશન એ મુંબઇનું સૌથી વધુ ગીરદીવાળું સ્ટેશન છે. દાદરમાં મધ્ય રેલવે અને પશ્ચિમ રેલવે એવા બંને વિભાગો આવે છે. ત્યારે આ રેલવે સ્ટેશન પરથી ટ્રેન બદલતી વખતે મુસાફરોમાં પ્લેટફોર્મ નંબરને લઇને ઘણું કન્ફ્યુજન થતું હોય છે. ત્યારે હવે આ કન્ફયુજન દૂર કરવા માટે દાદર રેલવે સ્ટેશન પર 9મી ડિસેમ્બરથી મોટો ફેરફાર કરવામાં આવનાર છે. અહીં પશ્ચિમ અને મધ્ય રેલવેના પ્લેટફોર્મને નવા નંબર આપવામાં આવનાર છે.
દાદર સ્ટેશન પર કુલ 15 પ્લેટફોર્મ છે. જેમાં પશ્ચિમ રેલવે લાઇન પરના પ્લેટફોર્મને 1 થી 7 નંબર અને મધ્ય રેલવે પરના પ્લેટફોર્મને 8 થી 15 નંબર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મધ્ય અને પશ્ચિમ રેલવે પરના પ્લેટફોર્મના એક જેવા નંબર હોવાથી મુસાફરો દ્વિધામાં મૂકાઇ જાય છે. તેથી હવે આ કનફ્યુજન દૂર કરવા માટે રેલવે દ્વારા આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
દાદર રેલવે સ્ટેશન પર મધ્ય અને પશ્ચિમ રેલવેના પ્લેટફોર્મ નંબર એક સરખા હોવાથી મુસાફરોને ભારે કન્ફયુજન થાય છે. તેથી આના કારણે કોઇ પણ ગરબડ ન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. દાદર સ્ટેશન પર કુલ 15 પ્લેટફોર્મ છે. મુંબઇથી પુણે, વડોદરા તથા નાસિક તરફ જતી તમામ ટ્રેન દાદર સ્ટેશન પર ઉભી રહે છે. મધ્ય રેલવેના આઠ પ્લેટફોર્મ તથા પશ્ચિમ રેલવેના 7 પ્લેટફોર્મ લાંબા અંતરની ટ્રેન માટેના ટર્મીનલ પ્લેટફોર્મ છે.
દાદર સ્ટેશન મુંબઇ ઉપનગરીય રેલવેના મધ્ય અને પશ્ચિમ આ બંને માર્ગો પર હોવાથી પશ્ચિમ અને મધ્ય રેલવેની અનેક ટ્રેન દાદરથી નીકળે છે. મધ્ય અને પશ્ચિમ રેલવે માટેના પ્લેટફોર્મની સંખ્યા એક જેવી હોવાથી મુસાફરોને કાયમ કન્ફ્યુજન રહે છે. તેથી આ કન્ફ્યુજન દૂર કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પશ્ચિમ રેલવે પરના પ્લેટફોર્મ ક્રમાંક 1 થી 7 જેવા છે એવા જ રહેશે. પણ મધ્ય રેલવેના પ્લેટફોર્મ નંબર 1 થી 8ની સંખ્યા બદલીને 8 થી 14 કરવામાં આવશે.
9મી ડિસેમ્બરથી ઉપનગરીય પ્લેટફોર્મ નંબર 1-8 થશે. પ્લેટફોર્મ નંબર 2ની પહોળાઇનું કામ હાથ ધરવામાં આવનાર છે. પ્લેટફોર્મ નંબર 3-9 થશ, પ્લેટફોર્મ નંબર 4-10 થશે, તેવી જ રીતે 5-11, 6-12 થશે. અને પ્રવર્તમાન દાદર ટર્મીનસ પ્લેટફોર્મ નંબર 7-13 થશે. અને પ્લેટફોર્મ નંબર 8-14 થશે. તેથી મુસાફરોએ તેની નોંધ લેવી. મુસાફરોને થઇ રહેલ કન્ફયુજન દૂર કરવા 9મી ડિસેમ્બર 2023થી આ ફેરબદલ લાગૂ કરવામાં આવશે.