જ્યોતિ મલ્હોત્રા બે વર્ષમાં ચાર વાર મુંબઈ આવીઃ પોલીસ કરી રહી છે તપાસ…

મુંબઈઃ ટ્રાવેલ બ્લોગર તરીકે જાણીતી હિસ્સારની જ્યોતિ મલ્હોત્રા પાકિસ્તાનની જાસૂસ હોવાનું બહાર આવતા સૌ ચોંકી ગયા છે. જોકે તેનાં વિશે રોજ કોઈને કોઈ ચોંકાવનારી માહિતી બહાર આવી છ ત્યારે પંજાબ પોલીસને જાણ થઈ છે કે છેલ્લા બે વર્ષમાં જ્યોતિ ચાર વાર મુંબઈની મુલાકાતે આવી છે. જ્યોતિએ પાકિસ્તાનને ભારત વિશેની સંવેદશનશીલ માહિતી પૂરી પાડી હોવાનું સ્વીકાર્યું છે. જ્યોતિની પંજબા પોલીસ સઘન પૂછપરછ કરી રહી છે અને તે દરમિયાન જ મુંબઈ અંગેની માહિતી પણ બહાર આવી હોવાનું અહેવાલો જણાવે છે.

જ્યોતિ બે વર્ષમાં ચાર વાર મુંબઈ આવી હતી અને અહીંના ભીડભાડવાળા વિસ્તારોના ફોટા અને વીડિયો તેણે એકત્ર કર્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. જ્યોતિ ગણેશોત્સવ દરમિયાન પણ મુંબઈની મુલાકાતે આવી હતી અને અહીંના ફોટા પણ તેણે શેર કર્યા હતા. જ્યોતિએ પાકિસ્તાની સંસ્થા આઈએસઆઈ (ISI) સાથે પોતાના સંબંધો હોવાની કબૂલાત કરી છે. વર્ષ 2023 અને 2024 દરમિયાન તે ચાર વાર મુંબઈ આવી હતી. 2023માં ત્રણવાર અને 2024મા એકવાર તે મુંબઈ આવી હતી.
જ્યોતિ લાલબાગ ચા રાજા અને ગણેશ ગલી ચા રાજાની મુલાકાતે આવી હતી. આ સાથે તે ટ્રેન અને બસમાં ટ્રાવેલ કરતી હતી. તેણે જે ફોટા અને વીડિયો લીધા છે તેની તપાસ કરવામા આવશે. આ પ્રકારે જાસૂસી કરવાનો તેનો ઈરાદો શું હતો તે અંગે પણ પોલીસ પૂછપરછ કરી રહી છે.
જ્યોતિ અને પાકિસ્તાનની લિંક બહાર આવતા હવે મુંબઈની મુલાકાતોનું કારણ જાણવાનું મહત્વનું બની ગયું છે. હજારો લોકોની દિવસ-રાત અવરજવર હોય તેવા અતિ ગીચ મુંબઈમાં કોઈ આતંકવાદી હુમલાનો પ્લાન હતો કે શું વગેરે જેવી માહિતી બહાર આવે તો નવાઈ નહીં.
આપણ વાંચો : હરિયાણાની મહિલા યૂટ્યૂબરની કેમ થઈ ધરપકડ? જાણો શું છે મામલો…