ટ્રૉમા હૉસ્પિટલનો કારભાર રામભરોસે: દર્દીઓ બેહાલ અને કર્મચારીઓ વગર પગારે | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

ટ્રૉમા હૉસ્પિટલનો કારભાર રામભરોસે: દર્દીઓ બેહાલ અને કર્મચારીઓ વગર પગારે

મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા સંચાલિત કૂપર હૉસ્પિટલમાં બે મહિલા દર્દીઓને ઉંદર કરડયો હોવાનો બનાવ હજી તાજો છે ત્યાં જોગેશ્ર્વરીની ટ્રોમા હૉસ્પિટલમાં પણ દર્દીઓને અપૂરતી આરોગ્ય સેવા મળી રહી હોવાનો અને કર્મચારીઓના પગાર પણ રખડી પડ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું છે.

ટ્રોમા હૉસ્પિટલમાં કૉન્ટ્રેક્ટ પદ્ધતિએ ૧૦૫ કર્મચારીને નોકરીએ લેતા સમયે અનેક ગેરરીતિ આચરવામાં આવી હતી. કર્મચારીઓના વેતન અનેક મહિનાઓથી ચૂકવવામાં આવ્યો નથી, તેની તપાસ ચાલી રહી છે.

આપણ વાંચો: મદાવાદમાંથી નકલી હૉસ્પિટલ ઝડપાઈ, આ રીતે ફૂટ્યો ભાંડો

તેમ જ દર છ મહિને કૉન્ટ્રેક્ટ પદ્ધતિએ ડૉકટરોની ભરતી પ્રક્રિયા પણ યોગ્ય રીતે અમલમાં મૂકવામાં આવી નહોતી. તેમાં ૬૦થી ૭૦ ડૉકટરની મુલાકાત નહીં લેતા સીધી તેમની ભરતી કરવામાં આવી હતી. આ ડૉકટરો પ્રત્યક્ષ કામ પર હાજર રહ્યા વગર પગાર લેતા હતા.

તેમાથી કૉન્ટ્રેક્ટ પર રહેલા ડૉકટરોને દર છ મહિને ભરતી કરીને તેમના પગાર લેવામાં આવતા હતા. તેથી હૉસ્પિટલમાં ડૉકટરોની અછત સર્જાતા દર્દીઓને મળનારી આરોગ્ય સેવાને ફટકો પડયો છે.

આપણ વાંચો: સુધરાઈની હૉસ્પિટલોની સલામતી માટે AI ટેક્નો ઉપયોગ કરાશે

આ કામ અગાઉ કૉન્ટ્રેક્ટ પર રહેલા ક્લર્કે બે વર્ષ સુધી આ કામ કર્યું હતું. આ કૌભાંડ બહાર આવ્યા બાદ તેની તપાસ કરવા માટે સાર્વજનિક આરોગ્ય વિભાગે ડેપ્યુટી કમિશનને પ્રાથમિક તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. ગયા અઠવાડિયે ગુરુવારે પાલિકા કમિશનરે સંબંધિત અધિકારીઓ સાથે આ બાબતે એક બેઠક પણ કરી હતી.

હાલ હૉસ્પિટલમાં દર્દીઓને સમયસર સારવાર મળવું મુશ્કેલ થઈ ગયું છે. ઓપરેશન માટે દર્દીઓને ભૂખ્યા રાખ્યા બાદ ઓપરેશન પણ કેન્સલ થઈ જતા હોય છે અને દર્દીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આઈસીયુ વોર્ડમાં યોગ્ય સુવિધાનો અભાવ હોવાથી હૉસ્પિટલની આંતરિક વ્યવસ્થાને પણ મોટો ફટકો પડયો છે.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button