મહારાષ્ટ્રમાં ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ, 2 ટ્રેઇની પાઇલટ ઘાયલ | મુંબઈ સમાચાર

મહારાષ્ટ્રમાં ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ, 2 ટ્રેઇની પાઇલટ ઘાયલ

પુણેઃ મહારાષ્ટ્રમાં ટ્રેઇની એરક્રાફ્ટ ક્રેશ થયું છે. મળતી માહિતી અનુસાર પુણે જિલ્લાના ગોજુબાવી ગામ પાસે આ અકસ્માત થયો હતો. આ તાલીમી વિમાન દુર્ઘટનામાં બે લોકો ઘાયલ થયા છે. બંને ટ્રેઇની પાઇલટ છે. આ અકસ્માત આજે રવિવારે સવારે 7 વાગે થયો હતો.

એરક્રાફ્ટ ક્રેશ થયા બાદ લોકોએ પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો આવી પહોંચ્યા હતા. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.

DGCA દ્વારા આ અકસ્માતની માહિતી આપવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે રેડ બર્ડ એકેડમીનું VT-RBT એરક્રાફ્ટ અકસ્માતનો ભોગ બન્યું છે. આ અકસ્માતમાં બંને પાયલટ ઘાયલ થયા છે, પરંતુ તેમની સ્થિતિ ખતરાની બહાર હોવાનું કહેવાય છે.

સંબંધિત લેખો

Back to top button