આવતીકાલે ઘરેથી બહાર નીકળતા પહેલાં ટ્રેનોનું સ્ટેટસ જોઈ લેજો, નહીંતર પસ્તાશો…
મુંબઈઃ દર રવિવારની જેમ આ રવિવારે પણ ટ્રેક મેઈન્ટેનન્સ, એન્જિનિયરિંગ અને સિગ્નલ સિસ્ટમનું કામ હાથ ધરાવવાનું હોઈ મેગા બ્લોક હાથ ધરવામાં આવશે, જેને કારણે ટ્રેન વ્યવહાર પર અસર જોવા મળશે. બ્લોકના સમયગાળા દરમિયાન અનેક ટ્રેનો રદ કરવામાં આવશે, એવી માહિતી રેલવે દ્વારા આપવામાં આવી હતી.
મધ્ય રેલવે પર મેઈન લાઈન પર થાણે-કલ્યાણ વચ્ચે પાંચમી અને છઠ્ઠી લાઈન પર બપોરે 1 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી બ્લોક હાથ ધરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન પાંચમા-છઠ્ઠા લાઈન પરની ટ્રેનો અપ-ડાઉન ફાસ્ટ લાઈન પર દોડાવવામાં આવશે. જેને કારણે લોકલ ટ્રેનો 10-15 મિનીટ મોડી પડશે.
હાર્બર લાઈન પર સીએસએમટી-ચુનાભટ્ટી, બાંદ્રા વચ્ચે અપ-ડાઉન લાઈન પર સવારે 11.10 કલાકથી બપોરે સાંજે 4.40 કલાક સુધી બ્લોક હાથ ધરવામાં આવશે અને લોકલ ટ્રેન બંધ રહેશે તેમ જ સીએસએમટી-વડાલાથી વાશી-બેલાપુર, પનવેલ અને સવારે પનવેલ-બેલાપુર-વાશીથી સીએસએમટી વચ્ચે પણ ટ્રેનવ્યવહાર બંધ રહેશે. બ્લોકના સમય દરમિયાન પનવેલ-કુર્લા વચ્ચે સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે.
પશ્ચિમ રેલવેની વાત કરીએ તો પશ્ચિમ રેલવે પર સાંતાક્રુઝ-ગોરેગાં વચ્ચે અપ-ડાઉન ફાસ્ટ લાઈન પર સવારે 10થી બપોરે 3 વાગ્યા સુધી બ્લોક હાથ ધરવામાં આવશે. બ્લોકના સમયગાળા દરમિયાન અપ-ડાઉન ફાસ્ટ લોકલ અપ-ડાઉન સ્લો લાઈન પર દોડાવવામાં આવશે. આ ઉપરાંત અમુક બોરીવલી લોકલ ગોરેગાંવ સુધી જ દોડાવવામાં આવશે જ્યારે કેટલીક લોકલ ટ્રેનો રદ કરવામાં આવશે, એવી માહિતી પશ્ચિમ રેલવે દ્વારા આપવામાં આવી હતી.