આમચી મુંબઈ

પૂર્વ, પશ્ચિમ એક્સપ્રેસવે પર ટ્રાફિકની સમસ્યા

પાલિકા નવ જંકશન પર બાંધશે અંડરપાસ, નાના ફ્લાયઓવર

મુંબઈ: પૂર્વ અને પશ્ચિમ એક્સપ્રેસ હાઈવે પર વાહનોની વધતી અવરજવર અને ટ્રાફિક જામની સમસ્યા ધ્યાનમાં રાખીને, મુંબઈ મહાનગરપાલિકાએ એક્સેસ કંટ્રોલ નીતિને પસંદ કરી છે. ટ્રાન્સપોર્ટને ઝડપી અને સલામત બનાવવા માટે, પૂર્વ અને પશ્ચિમ એક્સપ્રેસ હાઈવે પરના જંક્શન પર ફ્લાઈંગ પૂલ અને અંડરપાસ બનાવવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, બંને હાઇવે પર ટ્રાન્સપોર્ટની સુવિધા આપવા માટે ક્નસલ્ટન્ટ દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે. આગામી 30 નવેમ્બરે પાલિકા દ્વારા આ પ્રોજેક્ટ માટે ટેન્ડર બહાર પાડવામાં આવશે.
આ જૂનો એક્સપ્રેસવે મુંબઈના ઉપનગરોમાં પ્રવેશવા માટેના મહત્વપૂર્ણ માર્ગ છે. આ 2355 કિમીનો માર્ગ મુલુંડ, ભાંડુપ, વિક્રોલી, ઘાટકોપર, ચેમ્બુર, શિવ, દાદર, સીએસએમટી કોમ્પ્લેક્સ વગેરેના ઉપનગરોને જોડવાનું કામ કરે છે. આ માર્ગ સાયન-પનવેલ હાઇવે અને સાંતાક્રુઝ-ચેમ્બુર હાઇવે, ફ્રીવેને જોડશે. વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે મુંબઈના પશ્ચિમી ઉપનગરો માટે એક મહત્વપૂર્ણ માર્ગ છે જે દહિસર, બોરીવલી, કાંદિવલી, મલાડ, ગોરેગાંવ, જોગેશ્વરી, અંધેરી, વિલે પાર્લે, વાંદ્રે વગેરેના ઉપનગરોને જોડે છે. વધુ વરસાદ વાળા આ માર્ગો પર ટ્રાન્સપોર્ટમાં આવતી અડચણોને દૂર કરવા અનેક પુલ બનાવવામાં આવ્યા છે જે સાંતાક્રુઝ-ચેમ્બુર અને બાન્દ્રા-વરલી સમુદ્રી ધોરીમાર્ગો જોડે છે. પણ આ પૂર્વ અને પશ્ચિમ એક્સપ્રેસ હાઇવે પર ભીડના સમયે વાહનચાલકોને ભારે ટ્રાફિક જામનો સામનો કરવો પડે છે. તેથી વધુ ટ્રાફિક વાળા વિસ્તારોમાં ફ્લાઈંગ પુલ, અંડરપાસ વગેરે બનાવી ટ્રાફિકની સમસ્યાને દૂર કરવાની યોજના બનાવવામાં આવી છે.
રસ્તા વિભાગના અધિકારીની માહિતી મુજબ પૂર્વ અને પશ્ચિમ ઉપનગરોને જોડવા માટે વધુ ફ્લાયઓવર બનાવવાની જર છે. આ રસ્તાઓને કોઈપણ સિગ્નલ વગર બનાવવાનો પ્રયાસ બીએમસી દ્વારા કરવામાં આવશે. અથવા તો બંને હાઈવે પર નવ જંકશન માટે સર્વે કરવામાં આવી રહ્યા છે. આ માટે ક્નસલ્ટન્ટની નિમણૂક કરવામાં આવી હતી અને તેનો રિપોર્ટ એક મહિનામાં રજૂ કરવામાં આવશે.
પૂર્વ અને પશ્ચિમ એક્સપ્રેસવે પર કુલ મળીને નવ મહત્વપૂર્ણ જંકશન બાંધવામાં આવશે. જંકશન પર નાના ફ્લાયઓવર અને અંડરપાસ બાંધી શકાય કે તે અંગે અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. પુણેમાં 34 સ્થળોનો સંયુક્ત અહેવાલ પાલિકાને સોપવામાં આવ્યા છે. અને આ બાંધકામ માટે સુચિત ઉકેલો પણ શોધવામાં આવી રહ્યા છે.
ટ્રાફિકને ઓછી કરવા જંકશન બંધવાનો ઉપાય સૂચવવામાં આવ્યો છે. ઐરોલી ખાતે ડરપાસ અને ડબલ એલિવેટેડ ફ્લાયઓવર બંધવામાં આવશે. કાંજુરમાર્ગના રસ્તાને યુટર્નની સુવિધા આપવામાં આવશે. ડમ્પિંગ ગ્રાઉન્ડ નજીકના ફ્લાયઓવર નજીક પણ યુટર્નની સુવિધા હશે. જેવીએલઆર પવઈ, ઘાટકોપર, છેડાનગર ખાતે અંડરપાસ વિકસાવવામાં આવશે. બીકેસીને કનેક્ટર કરતો યુટર્ન ફ્લાયઓવર બંધવામાં આવશે. સુધીર ફડકે ફ્લાયઓવર, વિલેપાર્લે હનુમાન રોડ મિલન સબ વે જંકશન ખાતે અંડરપાસ અને રોડ પહોળો કરવાના પ્રસ્તાવ વિશે મંગલવારે ચર્ચા કરવામાં આવશે.
આ પ્રોજેક્ટ અંગે 7 નવેમ્બરે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન હેડક્વાર્ટર ખાતે એડિશનલ કમિશનર સાથે પ્રી-પ્રપોઝલ મીટિગનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં પૂર્વ અને પશ્ચિમ એક્સપ્રેસ વે પર વાહનોની અવરજવરને સરળ બનાવવા માટે વિવિધ મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે. પ્રી-બિડ મીટિગ 14 ડિસેમ્બર 2023ના રોજ યોજાશે અને 21 ડિસેમ્બર ટેન્ડરો સબમિટ કરવાની છેલ્લી તારીખ રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button