આમચી મુંબઈ

સાયન રેલવે બ્રિજ તોડવા અંગે ટ્રાફિક પોલીસ અજાણ

મુંબઈ: સાયન રેલવે ઓવરબ્રિજ (આરઓબી) તોડવા અંગે મુંબઈ ટ્રાફિક પોલીસને મધ્ય રેલવે તરફથી કોઈ અધિકારીક સૂચના હજી સુધી નથી મળી. ટ્રાફિક પોલીસના કહેવા અનુસાર બ્રિજ તોડી પાડવાથી આવન જાવનમાં ઊભી થનારી મુશ્કેલીઓ સમય જતા દૂર થઈ જશે. ટ્રાફિક અધિકારીઓનો દાવો છે કે મધ્ય રેલવે તરફથી તેમને કોઈ નવો એનઓસી લેટર મળ્યો નથી. એટલે ડાયવર્ઝન અને વધારાના બંદોબસ્ત માટે કોઈ તૈયારી શરૂ નથી કરવામાં આવી. અગાઉ મધ્ય રેલવે દ્વારા કરવામાં આવેલી જાહેરાત અનુસાર ૨૯ ફેબ્રુઆરીથી બ્રિજના તોડકામની શરૂઆત કરવામાં આવનાર હતી. એક ટ્રાફિક અધિકારીએ આપેલી જાણકારી અનુસાર રેલવે તરફથી કોઈ આદેશ કે સૂચના નથી મળી. એ કારણસર કોઈ નવા ડાયવર્ઝનનું આયોજન નથી કરવામાં આવ્યું. અગાઉ બ્રિજના તોડકામને નજર સામે રાખી મુંબઈ ટ્રાફિક પોલીસે ત્રણ ડાયવર્ઝનની ઘોષણા કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button