મહારાષ્ટ્ર દિવસની રજાને કારણે મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર ટ્રાફિકઃ વાહનચાલકોને હાલાકી

મુંબઈ: મહારાષ્ટ્ર દિને જાહેર રજા હોવાને કારણે પુણે-મુંબઈ એક્સપ્રેસવે પર ભારે ટ્રાફિક જૅમ જોવા મળ્યો હતો જેમાં કલાકો સુધી વાહનો ફસાયા હતા, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
પુણે તરફ જનારા માર્ગમાં ભોર ઘાટમાં પાંચ કિલોમીટર સુધીની વાહનોની લાંબી લાઇનો લાગી હતી જ્યારે મુંબઈ તરફ જનારા માર્ગમાં ટ્રાફિક સામાન્ય હતો, એમ એક્સપ્રેસ ક્ધટ્રોલ રૂમ દ્વારા માહિતી આપવામાં આવી હતી.
ટ્રાફિક કંટ્રોલ સ્ટાફ દ્વારા બપોર સુધી પુણે જનારા માર્ગ પર વાહન વ્યવહાર સામાન્ય કરવામાં આવ્યો હતો. પુણેમાં બુધવારે રાત્રે લગ્નપ્રસંગમાં ગયેલા પ્રવાસીએ કહ્યું હતું કે ઘાટ સેકશનમાં અમૃતાંજન બ્રિજ પાર કરવામાં તેમની બસને એક કલાકથી વધુ સમય લાગ્યો હતો.
એક્સપ્રેસવે પર બ્રિજ નજીક હંમેશા ટ્રાફિક રહે છે, કારણ કે તે વિસ્તારમાં ભારે વાહનો ધીમા પડી જાય છે. આ સેકશનને બાયપાસ બનાવવા માટે મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા ઘાટ સેકશન અને સિંહગઢ ઈન્સ્ટિટ્યૂટથી પૂર્વ લોનાવાલા વચ્ચે ‘મિસિંગ લિંક’ રોડ બનાવવામાં આવી રહ્યો છે.
આપણ વાંચો: છેતરપિંડી કેસઃ મેહુલ ચોકસી સામે બિનજામીનપાત્ર વૉરન્ટ જારી