બનાવટી રજીસ્ટ્રેશન પર લગામ અન્ય રાજ્યના વાહનો માટે ટ્રાફિક વિભાગની નવી એસઓપી | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

બનાવટી રજીસ્ટ્રેશન પર લગામ અન્ય રાજ્યના વાહનો માટે ટ્રાફિક વિભાગની નવી એસઓપી

મુંબઈ: બનાવટી એંજિન અને ચેસીસ નંબર સાથે વિવિધ રાજ્યોનાં વાહનોનું રજિસ્ટ્રેશન મહારાષ્ટ્રમાં થવાના અનેક બનાવો ધ્યાન આવતા રાજ્યના પરિવહન ખાતાએ અન્ય રાજ્યોમાંથી ટ્રાન્સફર થતા વાહનો માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસેસ (એસઓપી) તૈયાર કરી હોવાની જાણકારી સંબંધિત અધિકારીએ રવિવારે આપી હતી. વધુ જાણકારી આપતા અધિકારીએ જણાવ્યું હતું કે તેલંગાણા, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ તેમજ અન્ય સ્થળોની કેટલીક ટ્રક તેમજ બસ નકલી ચેસીસ અને એન્જિન નંબરો સાથે દોડી રહ્યા હોવાનું તેમજ તેમનું નવેસરથી રજિસ્ટ્રેશન રાજ્યની રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસો (આરટીઓ)માં થયું હોવાનું ધ્યાનમાં આવતા પરિવહન ખાતા દ્વારા આ નિર્દેશ જાહેર કરવામાં આવ્યો છે. રાજ્ય પરિવહન આયુક્ત વિવેક ભીમાનવારે જણાવ્યું હતું કે અગાઉ અન્ય રાજ્યોના વાહનોના રજિસ્ટ્રેશન માટે વ્યવસ્થિત પદ્ધતિ અસ્તિત્વમાં નહોતી. પરિણામે આરટીઓ કાર્યાલયમાં કારકુનો ટ્રાન્સફર કરવામાં આવેલાં વાહનોની એન્ટ્રી વાહન પોર્ટલ પર કરતા અને સિનિયર કારકુન એને મંજૂરી આપતો હતો. જોકે, આ પદ્ધતિમાં રહેલી ખામી પર ડિપાર્ટમેન્ટનું ધ્યાન પડ્યું છે અને એને સુધારવાની કોશિશ કરવામાં આવી
રહી છે. (પીટીઆઈ)

સંબંધિત લેખો

Back to top button