આમચી મુંબઈ

પ્રવાસીઓની થશે હાલાકી ‘વંદે ભારત ટ્રેન’ને કારણે લોકલના સમયમાં ફેરફાર

મુંબઈ: મહારાષ્ટ્રની રેલવે સેવામાં ૩૦ ડિસેમ્બરે છઠ્ઠી વંદે ભારત ટ્રેન સામેલ થવાની છે. મધ્ય રેલવેમાં સીએસએમટીથી શિર્ડી, સોલાપુર અને મડગાવ આવી ત્રણ વંદે ભારત ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. ૩૦ ડિસેમ્બરે મુંબઈ-જાલના વચ્ચે પણ વંદે ભારત ટ્રેનની સેવા શરૂ કરવામાં આવવાની છે. મુંબઈના મધ્ય રેલવે માર્ગ પર દોડતી વંદે ભારત ટ્રેનને લીધે ૧૩ એક્સ્પ્રેસ ટ્રેનો અને સાત લોકલ ટ્રેનના સમયપત્રકમાં ફેરફાર કરવાનો નિર્ણય પ્રશાસને લીધો છે.

મધ્ય રેલવે પ્રશાસનના આ નિર્ણયથી મુંબઈની લોકલ ટ્રેનનો પ્રવાસ વધુ મોડો થવાની શક્યતા છે. મધ્ય રેલવેના લોકલમાંથી રોજ હજારો પ્રવાસીઓ પ્રવાસ કરે છે. આ માર્ગમાં ખોપોલીથી લઈને સીએસએમટી અને કર્જતથી લઈને કસારા જેવા લાંબા પ્રવાસની પણ લોકલ ટ્રેનો દોડે છે. આ માર્ગમાં ઓફિસ કલાકો દરમિયાન એક પણ ટ્રેન મોડી પડતાં લોકલમાં સખત ભીડ વધી જાય છે.

દિવસે દિવસે લોકલ ટ્રેનોમાં વધતી ભીડને લઈને પ્રવાસીઓએ આ ટ્રેનોની સંખ્યામાં વધારો કરવાની માગણી કરી છે, પણ આ બાબતે કોઈ નિર્ણય પ્રશાસન દ્વારા લેવામાં આવ્યો નથી. એક તરફ ટ્રેનો મોડી પડતાં લોકલમાં ભીડ વધી રહી છે, તેવામાં પ્રશાસને વંદે ભારત એક્સ્પ્રેસ ટ્રેનોને દોડાવવા લોકલ ટ્રેનના સમયપત્રકમાં ફેરફાર કરવાના નિર્ણયથી પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે.

વંદે ભારત ટ્રેન માટે મધ્ય રેલવેમાં ટીટવાળા તરફ જનારી ત્રણ લોકલ અને કસારા, આસનગાવ અને બદલાપુર તરફ જનારી દરેક લોકલ ટ્રેનના સમયમાં કરવામાં આવવાનો છે. દરમિયાન મુંબઈ જાલના આ વંદે ભારત ટ્રેનને લઈને હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, એવું એક અધિકારીએ જણાવ્યું હતું.

મુંબઈ-જાલના વંદે ભારત ટ્રેન અઠવાડિયામાં છ દિવસ સીએસએમટીથી બપોરે ૧.૧૦ વાગ્યે રવાના થશે અને રાત્રે ૮.૩૦ વાગ્યે જાલના પહોંચશે. આ દરમિયાન ટ્રેન સીએસએમટી, થાણે, ઇગતપુરી, નાશિક રોડ, મનમાડ, અંકઈ, છત્રપતિ સંભાજી નગર અને જાલના આ સ્ટેશને હૉલ્ટ લેશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત