APMC માર્કેટમાં ટામેટાના ભાવ આસમાને
નવી મુંબઈઃ એપીએમસી(APMC)માં અન્ય રાજ્યોમાંથી અને રાજ્યની અંદરથી ટામેટાંની આવકમાં ઘટાડો થવાને કારણે ટામેટાંના ભાવ (Tomato Prices)માં વધારો થયો છે. હાલમાં માત્ર ૩૩ ગાડી જ બજારમાં આવી રહી છે અને તેની કિંમતમાં ૨૦ રૂપિયા પ્રતિ કિલોનો વધારો થયો છે.
હાય મોંઘવારીઃ ટામેટાના ભાવ સેન્ચુરી મારશે કે શું?
અગાઉ જથ્થાબંધ બજારમાં ૪૦-૫૦ રૂપિયામાં મળતા ટામેટાના ભાવ હવે ૭૦-૮૦ રૂપિયા સુધી પહોંચી ગયા છે. ગત સપ્તાહે છૂટક બજારમાં ૮૦ રૂપિયા પ્રતિ કિલો મળતા ટામેટાંનો ભાવ ૧૦૦ રૂપિયા કિલો થઇ ગયો છે.
બેંગ્લોરથી ટામેટાંની આવક સદંતર બંધ છે અને નાસિક, સાંગલીથી આવતો માલ ઓછો મળી રહ્યો છે. જેના કારણે એપીએમસી માર્કેટમાં આવકનો પ્રવાહ ઓછો થયો હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું.
ટામેટાંની નવાજૂની: ફળ ગણવું કે શાકભાજી?!
બુધવારે એપીએમસી માર્કેટમાં માત્ર 33 ટ્રકમાં ૧૮૦૪ ક્વિન્ટલ ટામેટાં આવ્યા છે. વેપારીઓએ જણાવ્યું હતું કે ટામેટાંની આવક અડધી થવાને કારણે ભાવમાં વધારો થયો છે. હાલમાં મુંબઈ મેટ્રોપોલિટન રિજનના તમામ શહેરોમાં છૂટક શાકભાજીના ભાવ વધી ગયા છે અને હવે ટામેટાં પણ મોંઘા થઈ રહ્યા છે.