આમચી મુંબઈ
આજે દિવાળી: માયાનગરી બની રામનગરી
જય શ્રીરામ… – આજે અયોધ્યામાં ભગવાન શ્રી રામની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા થવાની છે ત્યારે આ દિવસની દિવાળીની જેમ ઉજવણી કરવાની વડા પ્રધાનની હાકલ કરી હતી. માયાનગરી મુંબઈમાં તેની ઝળક જોવા મળી હતી. શહેરની શેરીઓમાંં શ્રી રામ નામના ધ્વજ લહેરાતા જોવા મળ્યા હતા અને રોશનીની ઝગમગાટ જોવા મળી હતી. મુંબઈ યુનિવર્સિટી, બાણગંગા સહિતના સ્થળોએ દીવડાની રંગોળી કરવામાં આવી હતી, જ્યારે મુખ્ય ચોક પર રામની પ્રતિમા પણ ગોઠવી દેવામાં આવી હતી. મુંબઈના રામભક્તોમાં અદ્ભુત ઉત્સાહ જોવા મળ્યો હતો. (તસવીરો: અમય ખરાડે)