વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેના ટ્રાફિકને હળવો કરવા રૂ. 800 કરોડ ખર્ચાશે
મુંબઈ: વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર થતા ટ્રાફિકની સમસ્યાને પહોંચી વળવા માટે પાલિકાએ ચાર ઠેકાણે પ્રવેશ નિયંત્રણ રસ્તા બનાવવાનો નિર્ણય લીધો છે. આ પ્રવેશ નિયંત્રણ રસ્તા એટલે કે દરેક વળાંક પર એક ભૂગર્ભ અને એલિવેટેડ રોડ બનાવવામાં આવશે. આ પૈકી બે રસ્તા સાંતાક્રુઝ અને વિલેપાર્લા વિસ્તારમાં હશે, જ્યારે એક રસ્તો બોરીવલીમાં અને એક બીકેસીથી દક્ષિણ મુંબઈ તરફનો હશે. આ કામ માટે પાલિકા અંદાજે રૂ. 800 કરોડનો ખર્ચ કરવાની છે.
આ પ્રોજેક્ટના પહેલા તબક્કામાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવ અને ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પરના ચાર મુખ્ય જંકશન પર થનારા ટ્રાફિકની સમસ્યાને ઉકેલવા માટે બે રસ્તા પર કામ કરવામાં આવશે. એક જ ઠેકાણે વાહનોની લાંબી કતાર ન લાગે એ માટે ટ્રાફિકને બીજી તરફ વાળવા માટે ભૂગર્ભ કે પછી એલિવેટેડ માર્ગ તૈયાર કરવામાં આવશે. બંને માર્ગ પર પ્રવાસીઓનો સમય પણ બચશે અને ટ્રાફિકની સમસ્યામાંથી છુટકારો પણ મળશે.
ટ્રાફિકની સમસ્યા જે જગ્યાએ થઇ રહી છે એ જગ્યાએ ટ્રાફિક પર સારી રીતે નિયંત્રણ કરવું અને કોઇ પણ અડચણ વિના ટ્રાફિક સરળ બને એ જ આ પ્રોજેક્ટનો ઉદ્દેશ છે. આ પ્રોજેક્ટ માટે 2023માં ટેન્ડર મગાવવામાં આવ્યાં હતાં. માર્ચમાં આ કામ શરૂ કરવામાં આવ્યું છે અને તેને પૂરું થતાં બે વર્ષનો લક્ષ્યાંક છે, એવું પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું.
આ ફ્લાયઓવર પર વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેથી કોઇ પ્રવેશ નથી. આને કારણે નેશનલ પાર્ક જંક્શન અને ઓવરીપાડા મેટ્રો જંક્શન ખાતે ટ્રાફિક થતો હોય છે. એક્સપ્રેસ વે પર સીધો પ્રવેશ મળે તો અહીં ટ્રાફિકની સમસ્યાને ઉકેલી શકાય ેમ છે. આ પ્રસ્તાવમાં એક્સપ્રેસ હાઈવેનો મુખ્ય સંલગ્ન માર્ગ અંદાજે સાડાત્રણ મીટર વધારવો અને ડબર ફોર લેનની પહોળાઈ અને લંબાઈ અનુક્રમે 31 અને 310 મીટરની હશે. તેમ જ પચીસ મીટર બાય ચાર મીટરના અંતરમાં વાબનો માટે છ લેનના ભૂગર્ભ માર્ગનો સમાવેશ હશે. બોરીવલીથી બાંદ્રા તરફના ટ્રાફિકને આ માર્ગને કારણે ઘણી રાહત થશે.
આ માર્ગમાં જવા માટે એક્સપ્રેસ વેથી સીધો પ્રવેશ ન હોવાને કારણે કેપ્ટન વિનાયક ગોરે ફ્લાયઓવર અને વિલેપાર્લા પૂર્વથી જતા ટ્રાફિકને એરપોર્ટ જંક્શન તરફ વાળવામાં આવ્યો છે. આને કારણે વાહનોની ભારે કતાર થતી હોય છે. આ ઠેકાણે એક્સપ્રેસ વેના મુખ્ય સંલગ્ન માર્ગ હાલમાં પોણાત્રણ મીટર વધારવાનો અને ડબલ ફાઈવ વેને અંદાજે 38.5 પહોળો અને 430 લાંબો બનાવવાનો સમાવેશ થાય છે. તેમ જ સાડાછ બાય ચાર મીટરનો અન્ય ઈન્ટરનલ સાઈઝનો વનવે ભૂગર્ભ માર્ગનો પણ સમાવેશ થાય છે. હનુમાન રોડથી બાંદ્રા તરફ પ્રવાસ કરવા માટે હાલમાં રાહદારી અને વાહનોના ટ્રાફિક માટે 6 મીટર બાય અઢી મીટરનો ઈન્ટરનલ સાઈઝનો રાહદારી ભૂગર્ભ માર્ગ તૈયાર કરવામાં આવસે.
સાંતાક્રઝ મિલન સબવે
વાકોલા જંક્શનથી ઊભા થતા ટ્રાફિકને કારણે સાંતાક્રુઝ પૂર્વના ટ્રાફિકને અસર થતી હોય છે. આને કારણે દક્ષિણ મુંબઈ તરફ જવા માટે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર સીધો પ્રવેશ અને બહાર જવા માટે આ એક્સપ્રેસ વેના મુખ્ય સંલગ્ન માર્ગને અંદાજે અઢી મીટર વધારવાનો અને અનુક્રમે 37.5 અને 500 મીટર કરવા એમ ડબલ ફાઈવ વેનો સમાવેશ છે. મિલન સબવેથી બાંદ્રા સુધી જમણી બાજુ અને અંધેરીથી મિલન સબ વે માર્ગની ડાબી તરફ ટ્રાફિકને સરળ બનાવવા માટે બંને સેવા રસ્તાને જોડનારા પચીસ મીટર બાય ચાર મીટરના છ દ્રિમાર્ગી લેનમાંથી પસાર થશે, એવું આયોજન કરવામાં આવ્યું છે.
મુંબઈ મહાભ્રષ્ટાચાર પાલિકા: વિજય વડેટ્ટીવાર
મુંબઈ: એક પણ લોકપ્રતિનિધિ ન હોવાને કારણે મહાપાલિકાની તિજોરીને સાફ કરવાનો ઘાટ ઘડાઈ રહ્યો છે. રસ્તા વિકાસના નામ પર રૂ. 700 કરોડ ઓહિયાં કરવાની ચાલ ચાલવામાં આવી છે. સાત ટકા વધુ રકમવાળા આવેલા ટેન્ડરને નિયમને નેવે મૂકીને મંજૂર કરવામાં આવ્યો હોવાનો આરોપ વિધાનસભાના વિરોધ પક્ષના નેતા વિજય વડેટ્ટીવારે કર્યો છે. ટેન્ડર પ્રક્રિયાને અટકાવીને આ આખા પ્રકરણની તપાસ થવી જોઇએ, એવી માગણી વડેટ્ટીવારે મુખ્ય પ્રધાનને કરી છે. પ્રવેશ નિયંત્રણ પ્રોજેક્ટ હેઠળ ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર એક જંક્શન અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ત્રણ જંકંશનમાં સુધારો કરવાના કામ માટેનાં ટેન્ડરો મગાવ્યાં હતાં. 28મી ફેબ્રુઆરીના રોજ ટેન્ડર ખોલવામાં આવ્યાં હતાં. ટેન્ડરમાં અંદાજિત દરની સરખામણીમાં વધુ દરે અંદાજે રૂ. 758 કરોડમાં બોલી લગાવનારી કંપનીને પત્ર મોકલવામાં આવ્યો હતો. મંજૂરી આપવાનું કામ એક જ દિવસમાં પાર પાડ્યું હતું, એવું વડેટ્ટીવારે જણાવ્યું હતું.
સજાનો સમય પૂરો થઇ ગયો એટલે કામ આપ્યું
જે કંપનીને પાલિકાએ કોન્ટે્રક્ટ આપ્યો છે તેને 2015માં રસ્તા ગોટાળા પ્રકરણમાં દોષી ઠેરવવામાં આવી હોવાથી તેને બ્લેક લિસ્ટ કરવામાં આવી હતી. જોકે તેનો સજાનો કાર્યકાળ 2022માં પૂરો થઇ ગયો હોવાથી ટેન્ડર નિયમ અનુસાર મળ્યા હોવાની માહિતી પાલિકાએ આપી હતી.
બીકેસી
બીકેસીને જોડનારા માર્ગથી દક્ષિણ મુંબઈ તરફ કોઇ પણ સંપર્ક માર્ગ નથી. આને કારણે સાયનથી થતો ટ્રાફિક ઉત્તર તરફ કુર્લા ફ્લાયઓવર પર થતો હોય છે. આને કારણે ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર પણ ટ્રાફિક થતો હોય છે. આના ઉપાયરૂપે બીકેસી કનેક્ટથી દક્ષિણ મુંબઈ જવા માટે એક યુ-આકારનો ફ્લાયઓવર પ્રસ્તાવિત કરવામાં આવ્યો છે. ફ્લાયઓવર સાયનથી બીકેસી અને બીકેસીથી સાયન સુધી 8.5 મીટર પહોળો હશે અને બીકેસી કનેક્શનની દિશાએ જતા સંલગ્ન માર્ગ સુધી ચાર મીટર પહોળો એલિવેટેડ પ્રવેશ માટેનો માર્ગ અને બીકેસથી સાયન દરમિયાન ચાર મીટર પહોળો જવા માટેનો માર્ગ હશે. આ પ્રોજેક્ટ વડાલાથી સાયન/બીકેસીથી ફ્લાયઓવર જોડનારા ચાર મીટર પહોળા વનવે અને બે તરફી કનેક્શનનો પણ સમાવેશ હશે. ઉ