આમચી મુંબઈ

ઘૂસણખોરી સંસદમાં કડક સુરક્ષા

મુંબઈ: લોકસભામાં ઘૂસણખોરીની બે અલગ અલગ ઘટના બાદ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તાકીદે મહારાષ્ટ્રના પોલીસ વડાને બોલાવ્યા છે. આ ઘટનાનો આરોપી મહારાષ્ટ્રનો હોવાથી ફડણવીસે તેના વિશે વહેલામાં વહેલી તકે માહિતી મેળવવા માટેનો નિર્દેશ આપ્યો હતો. આ સાથે જ લોકસભામાં બનેલી ઘટના બાદ વિધાનસભા સચિવે સુરક્ષાની સમીક્ષા કરી છે અને વિધાનસભા વિસ્તારમાં સુરક્ષાને ચુસ્ત બનાવવાના આદેશ આપ્યા હતા.

સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે તે સમયે સુરક્ષા સંબંધિત બે ઘટના બની છે. એક ઘટનામાં બે યુવકોએ સંસદ વિસ્તારમાં ધુમાડાની મીણબત્તી પ્રગટાવવાનો પ્રયાસ કર્યો હતો, જ્યારે અન્ય એક ઘટનામાં બે યુવકોએ ઓડિયન્સ ગેલેરીમાંથી નીચે ઊતરવાનો પ્રયાસ કર્યો હતો. બંને ઘટનાઓમાં ઘૂસણખોરોએ કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આમાંથી એક ઘટનામાં અમોલ શિંદે નામનો યુવક મહારાષ્ટ્રનો હોવાનું સામે આવ્યું હતું. સંસદભવનમાં બનેલી ઘટના બાદ હવે સાવચેતીના પગલારૂપે રાજ્યના વિધાનસભા ભવન વિસ્તારમાં સુરક્ષાની સમીક્ષા કરવામાં આવી છે. વિધાનસભાના અધ્યક્ષ અને વિધાન પરિષદના ઉપાધ્યક્ષે પણ વિધાનસભા પરિસરમાં સુરક્ષાને લઇને વિધાનસભા સચિવ પાસેથી માહિતી મેળવી હતી. બીજી બાજુ ગૃહપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પોલીસ વડાને આ અંગે અનેક સૂચનાઓ આપી હતી.

શું મરાઠા આરક્ષણ સાથે કનેક્શન છે: પૃથ્વીરાજ ચવ્હાણ
સંસદમાં બનેલી ઘટનાની અસર રાજ્યના સત્રમાં પણ જોવા મળી હતી. આ અંગે ચર્ચા કરતાં રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કોંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચવ્હાણે કહ્યું હતું કે આ ઘટનામાં અમોલ શિંદે નામનો યુવક મહારાષ્ટ્રનો છે. આ માટે આપણે એ જોવાનું રહ્યું કે શું આ કડી મરાઠા આંદોલન સાથે સંબંધિત છે. સંસદમાં બનેલી ઘટના બાદ વિધાનભવનની સુરક્ષાને લઇને પગલાં લેવાં જોઇએ. અમારે એ પણ જોવાનું રહ્યું કે જેઓ સૂત્રોચ્ચાર કરે છે અથવા સંસદમાં ઘૂસ્યા હતા તેઓ કઇ સંસ્થાના હતા. આપણે સમજવું પડશે કે તેઓ શું કહી રહ્યા છે અને જો તેઓ મરાઠવાડા કે પછી મહારાષ્ટ્રના છે તો અહીં પણ આવું થઇ શકે છે. જોકે વિધાનસભાના અધ્યક્ષે પણ એવી સૂચના આપી છે કે વિધાનસભાના વિસ્તારમાં પ્રવેશ કરતા સમયે દરેક સભ્યને ઓછામાં ઓછા બે પાસ આપવામાં આવશે.

કોણ છે અમોલ શિંદે

અમોલ શિંદે લાતુર જિલ્લાના ચકુર તાલુકાના થોરલી ઝરી ગામનો વતની છે. તેનું ભણતર ૧૨મા ધોરણ સુધીનું છે. તેનાં માતા-પિતા ખેતરમાં કામ કરે છે, જ્યારે તેનો એક ભાઈ શિક્ષક છે. અમોલ શિંદેની સાથી હરિયાણાના જીંદની રહેવાસી છે. તેના પિતા મીઠાઈની દુકાન ચલાવે છે. નીલમ ખેડૂતોના આંદોલનમાં પણ સક્રિય હતી. આ સાથે નીલમ હરિયાણા સિવિલ સર્વિસની તૈયારી કરી રહી હતી. પચીસમી નવેમ્બરે નીલમ ઘરે જવાનું કહીને એ જ્યાં પીજી તરીકે રહેતી હતી ત્યાંથી નીકળી ગઇ હતી.

વિધાનભવનમાં ફડણવીસે ઘૂસણખોરી કરનાર મહારાષ્ટ્રના અમોલ શિંદેની પોલીસ વડા પાસે માહિતી માગી

અમોલ આર્મીમાં ભરતી થવા માટે દિલ્હી આવ્યો હતો

મુંબઈ: સંસદમાં ઘુસણખોરી કરનારા આરોપીઓમાંના ધરપકડ કરવામાં આવેલા મહારાષ્ટ્રના લાતુર જિલ્લાનો અમોલ શિંદે દિલ્હી આર્મીમાં ભરતી થવા જઇ રહ્યો છે એવું કહીને નીકળ્યો હતો, એવું સ્થાનિક પોલીસે જણાવ્યું હતું.

ચાકુર તાલુકાના ઝારી ગામના રહેવાસી શિંદેની હરિયાણાના હિસાર ખાતેની ૪૨ વર્ષની નીલમ સાથે ધરપકડ કરવામાં આવી હતી. સંસદની બહાર બંને સ્મોક સ્ટિક્સ ખોલી હતી જેને કારણે વિસ્તાર ધુમાડામય થઇ ગયો હતો અને બાદમાં તેઓએ તાનાશાહી નહીં ચલેંગી, ભારત માતા કી જય, જય ભીમ, જય ભારત, એવા સૂત્રોચ્ચાર કર્યા હતા. અમોલની ધરપકડ કરાયા બાદ પોલીસ અમોલના ઘરે પહોંચી હતી. ચાકુર પોલીસ સ્ટેશનના અધિકારીએ આપેલી માહિતી અનુસાર અમોલ અનુસૂચિત જાતિ સમુદાયનો અને બીએની ડિગ્રી ધરાવે છે. પ્રાથમિક માહિતી અનુસાર પોલીસ અને સૈન્યમાં ભરતી માટેની પરીક્ષાની તૈયારી સમયે તેણે રોજીરોટી રળવા માટે અનેક નોકરીઓ કરી હતી, એવું પોલીસે જણાવ્યું હતું.

અમોલ શિંદેના બે ભાઈ અને તેનાં માતાપિતા પણ દૈનિક મજૂરી કરીને રોજીરોટી રળે છે, એવું પોલીસે જણાવ્યું હતું. શિંદેનો એક ભાઈ પનવેલ ખાતે કામ કરે છે. શિંદેનાં માતાપિતાએ પોલીસને જણાવ્યું હતું કે તે ૯મી ડિસેમ્બરે અહીંથી આર્મીમાં ભરતી થવાની હોવાનું કહીને નીકળ્યો હતો. જોકે શિંદે કોઇ પણ પક્ષ સાથે સંકળાયેલો નથી, એવું પોલીસે કરેલી પૂછપરછમાં જાણવા મળ્યું હતું. (પીટીઆઈ)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Sensorineural hearing lossના આ છે લક્ષણો અંડરવર્લ્ડ દ્વારા ધમકી આપવામાં આવેલી બોલિવૂડ સેલિબ્રિટીઓની યાદી રેલવે અકસ્માતમાં મૃત્યુ થાય તો કેટલું વળતર મળે chinese-crested-dog લાગે છે કેટલા ક્યૂટ