બોરીવલી સ્ટેશન પર ટીસી પર કર્યો હિંસક હુમલો, કોણે કરી મારપીટ, જાણો?
મુંબઈઃ પશ્ચિમ રેલવેમાં બોરીવલી સ્ટેશન પર કોઈ અજાણી યુવતી અને અમુક શખસો દ્વારા ટિકિટચેકર પર હિંસક હુમલો કરવાનો ચોંકાવનારો કિસ્સો બન્યો હતો. આ બનાવ અંગે ટીસીએ યુવતીને ટિકિટ વિના ટ્રાવેલ કરવાના કિસ્સામાં રોક્યા પછી મામલો બિચક્યો હતો, ત્યારબાદ યુવતી અને તેના મળતિયાઓ દ્વારા ટીસી પર હિંસક હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલામાં કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી, પરંતુ સોશિયલ મીડિયા પર આ બનાવ જાણવા મળ્યો હતો.
પીડિત ટીસીએ એનસીએમ ઈન્ડિયા કાઉન્સિલ ફોર મેન અફેર્સે એક્સ (અગાઉના ટવિટર) પર પોસ્ટ કરીને જણાવી હતી. ટ્વિટમાં રાહુલ શર્મા નામના ટીસીએ (પશ્ચિમ રેલવેના) બોરીવલી સ્ટેશન વર્કિંગ છે, જ્યારે તેમણે એક યુવતીને ટિકિટ તપાસવા રોકી હતી, ત્યારબાદ તેને કોઈ પ્રતિકાર કર્યા પછી મામલો વકર્યો હતો, ત્યારબાદ યુવતી અને તેની સાથેના અમુક શખસોએ ટીસી પર હિંસક હુમલો કર્યો હતો.
ટીસી પર હુમલો થયો તે વખતે ત્યાં જીઆરપી અધિકારી હાજર પણ હતા. તેમણે આ મામલે કોઈ કાર્યવાહી કરી નહોતી, જ્યારે રેલવે પોતાના સ્ટાફની સુરક્ષા નથી કરી શકતા તો તેઓ સામાન્ય પ્રવાસીઓની સુરક્ષા કઈ રીતે કરી શકશે, એવો સવાલ સંગઠને કર્યો હતો.
ટીસી પર હુમલો કરવા અંગે યુવતી સામે હજુ સુધી કોઈ પણ ગુનો નોંધવામાં આવ્યો નથી. સૂત્રોએ જણાવ્યુ હતું કે ટીસી અને યુવતી વચ્ચે મારામારી થયા પછી બંને વચ્ચે આ મામલો થાળે પડી ગયો હતો.
દરરોજ હજારો પ્રવાસીઓ પર વગર ટિકિટે મુસાફરી કરતાં પકડાય અને તેમના પાસથી દંડ વસૂલ કરવામાં આવે છે. આ દંડ ભરવાનો વિરોધ કરતાં પ્રવાસીએ ટીસી પર અનેક વખત હુમલાઓ કર્યા હોવાની ઘટના પણ બની છે. આ હુમલાઓને રોકવા માટે પ્રશાસને હવે દરેક ટીસી સાથે એક જીઆરપી પોલીસને પણ તહેનાત કરવાનો નિર્ણય લીધો છે.