Thriller Rescue Operationનો વીડિયો આવ્યો સામે, એ સમયે Aanvi Kamdarના શ્વાસ ચાલી રહ્યા હતા પણ…
મુંબઈઃ મુલુંડ નિવાસી ટ્રાવેલ ઈન્ફ્લુએન્સર અન્વી કામદાર (Travel Influencer Aanvi Kamdar) પોતાના મિત્રો સાથે કુંભે વોટરફોલ ફરવા માટે ગઈ હતી અને 300 ફૂટ ઊંડી ખાઈમાં પડી જવાને કારણે 27 વર્ષીય અન્વીનું મૃત્યુ થયું હતું. હવે સોશિયલ મીડિયા પર અન્વીના રેસ્ક્યુ ઓપરેશનનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે અને મળી રહેલી માહિતી પ્રમાણે 300 ફૂટ ઊંડી ખાઈમાં પડ્યા બાદ પણ અન્વી જીવતી હતી.
મળી રહેલી માહિતી પ્રમાણે અન્વી કામદાર કુંભે વોટરફોલ પાસે જ્યારે રીલ બનાવી રહી હતી ત્યારે તે ખાઈમાં પડી હતી. બાય પ્રોફેશન અન્વી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. માનગાંવ પોલીસે આપેલી માહિતી અનુસાર સોશિયલ મીડિયા સ્ટાર અન્વી કામદાર મંગળવારે સવારે પોતાના મિત્રો સાથે કુંભે વોટરફોલ ફરવા ગઈ હતી અને રીલ બનાવતી વખતે તેનો પગ લપસી જતાં તે ખાઈમાં પડી ગઈ હતી.
આ પણ વાંચો : રીલ બનાવતી ટ્રાવેલ ઇન્ફ્લુએન્સરનું ખીણમાં પડી જતાં મૃત્યુ
અન્વી ખાઈમાં પડી ગઈ હોવાની માહિતી મળતાં માનગાંવ પોલીસની એક ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બપોરે આશરે 12.30 વાગ્યાની આસપાસ અન્વીને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. રિપોર્ટ્સમાં કરવામાં આવેલા દાવા અનુસાર માહિતી મળતાં જ રેસ્ક્યુ ટીમ 15 મિનીટમાં સ્પોટ પર પહોંચી ગઈ હતી.
શરૂઆતમાં તો રેસ્ક્યુ ઓપરેશન કરી રહેલાં લોકોને લાગ્યું હતું કે અન્વીનું મૃત્યુ થઈ ગયું છે. પરંતુ જ્યારે રેસ્ક્યુ ટીમે એના શ્વાસ તપાસ્યા ત્યારે જાણવા મળ્યું કે જે જીવતી છે. એટલું જ નહીં અન્વીને બોલાવતા તે ધીમા અવાજમાં જવાબ પણ આપી રહી છે. આ જોતા જ અન્વીને સ્ટ્રેચર સાથે બાંધીને તરત ત જેને ખાઈમાંથી બહાર કાઢી હતી અને 120 મીટર સુધી તો અન્વીને ઉઠાવીને ચાલવું પડ્યું હતું.
અન્વીને તાત્કાલિક સ્ટ્રેચર પર માનગાંવ તાલુકાની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. મુંબઈની મુલુંડમાં રહેતી એક ટ્રાવેલ ઈન્ફ્લ્યુઅન્સર છે અને ઈન્સ્ટાગ્રામ પર તેના 2,53,000 ફોલોઅર્સ છે. સોશિયલ મીડિયા પર અન્વીની રીલ્સ ખૂબ જ વાઈરલ થતી હતી. અન્વી પોતાની જાતને ટ્રાવેલ ઈન્ફ્લ્યુઅન્સર નહીં પણ ટ્રાવેલ ડિટેક્ટિવ ગણાવતી હતી અને તેણે પોતાની પ્રોફાઈલમાં પણ એવું લખ્યું છે.
જોકે, આ પહેલી વખત નથી કે મોન્સૂનની મજા માણવા ગયેલાં પર્યટકો મોતને ભેટ્યા હોય. જૂન મહિનાના અંતમાં લોનાવલા ખાતે આવેલા ભુશી ડેમમાં ગયેલાં પાંચ પર્યટકો ડૂબી ગયા હતા. એ પહેલાં તામ્હિણી ઘાટમાં વોટરફોલમાં પડેલાં એક પર્યટકનું મૃત્યુ થયું હતું અને હવે કુંભે વોટરફોલ ખાતે અન્વી કામદારનું મૃત્યુ થયું છે. આવી ઘટનાઓને જોતાં પોલીસ અને પ્રશાસન દ્વારા ચોમાસામાં જોખમી જગ્યાઓ પર નહીં જવાની અને કોઈ પણ જીવલેણ સ્ટન્ટ નહીં કરવાની અપીલ કરવામાં આવી છે.