મુંબઈમાં વધુ ત્રણ નવા સ્વિમિંગ પૂલ ખુલ્લા મુકાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આગામી ૧૫ દિવસની અંદર વધુ ત્રણ નવા સ્વિમિંગ મુંબઈગરા માટે ખુલ્લા મુકવામાં આવવાના છે, જેમાં વરલી હિલ રિઝર્વિયર, અંધેરી પૂર્વમાં કોંડિવિતા અને વિક્રોલી (પૂર્વ)માં ટાગોર નગરનો સમાવેશ થાય છે. આ પૂલ માટે ૨,૭૫૦ સીટ માટે ઓનલાઈન મેમ્બરશીપ ઓફર કરવામાં આવવાની છે.
પાલિકા પાસે હાલ દાદરમાં શિવાજી પાર્ક, મુલુંડ, ચેમ્બુર, કાંદિવલી અને અંધેરીના શાહજી રાહજે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સ્વિમિંગ પૂલનો સમાવેશ થાય છે. તો વધુ છ નવા પૂલના કામ ચાલી રહ્યા છે, જેમાં વરલી હિલ રિઝર્વિયર, મલાડ (પશ્ર્ચિ)માં ચાચા નહેરુ ગાર્ડન, ઈન્દિરા ગાંધી એન્ટરટેઈન્ટમેન્ટ પાર્ક (અંધેરી-પશ્ર્ચિમ), કોંડિવિતા (અંધેરી-પૂર્વ), રાજર્ષિ ક્રિડા શાહુ મહારાજ ક્રિડાંગણ, ટાગોર નગર -વિક્રોલી(પૂર્વ) અને દહિસરના જ્ઞાનધારા ગાર્ડનનો સમાવેશ થાય છે.
ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કિશોર ગાંધીના જણાવ્યા મુજબ ત્રણ સ્વિમિંગ પુલના કામ અંતિમ તબક્કામાં છે. આગામી થોડા દિવસમાં ઓનલાઈન મેમ્બરશીપ ચાલુ ખોલવામાં આવશે. ત્યારબાદ આવતા મહિનાથી પૂલ ચાલુ થઈ જશે.