આ કારણે એક્સપર્ટ પાસેથી કાર ડ્રાઈવિંગ શિખોઃ નાગપુરના ત્રણ મિત્રોનો કિસ્સો યુવાનીયાઓની આંખો ખોલે તો સારું…
![What is happening in Kutch? Where are the animal lovers? Another incident of such cruelty with Nandi](/wp-content/uploads/2025/01/Fatal-accident-in-Jalna.webp)
યુવાનોમાં કારનો ક્રેઝ એટલો બધઓ હોય છે કે તેઓ ક્યારે 18 વર્ષના થાય અને ક્યારે કાર ચલાવવા મળે એની જ રાહ જોતા હોય છે. અને એ પહેલા પણ જ્યારે મોકો મળે ત્યારે ઘરની કે ભાઇબંધ યારોની કાર પર હાથ સાફ તો કરી જ લેતા હોય છે. એક મિત્ર પાસે કાર આવે એટલે એના બધા દોસ્તોને મજા જ પડી જાય. બધા કાર શિખે અને મજા માણે, પણ નાગપુરના આ મિત્રો માટે કારનો ક્રેઝ જાન લેવા પુરવાર થયો હતો. મિત્રો સાથે કાર ચલાવતી વખતે કાર કૂવામાં પડી જતા ત્રણ મિત્રોએ જીવ ગુમાવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઇ ગઇ છે. આપણે આ ઘટના વિશે જાણીએ.
Also read : કર્ણાક, ગોખલે અને વિક્રોલી બ્રિજના કામમાં વિલંબથી પાલિકા ટેન્શનમાં
અકસ્માત કેવી રીતે થયોઃ-
નાગપુરમાં ત્રણ મિત્રો એક કારમાં સવાર થઇને ડ્રાઇવિંગ શીખી રહ્યા હતા, ત્યારે કાર કૂવામાં પડી જતા ત્રણેના ડૂબીને મૃત્યુ થયા હતા. સૂરજે કાર ખરીદી હતી. તે સંદિપનો મિત્ર હતો. સોમવારની ગોઝારી રાતે 11 વાગ્યાના સુમારે તે તેના ભાઇ સાજન અને મિત્ર સંદિપને કાર શીખવવા લઇ ગયો હતો. કાર સાજન ચલાવી રહ્યો હતો. હાથમાં નવું નવું સ્ટિયરિંગ આવતા તે પણ ઘણો એક્સાઇટેડ હતો અને સ્પીડમાં વાહન ચલાવી રહ્યો હતો.
એવામાં સૂરજે તેને બ્રેક મારવાનું કહ્યું અને નવા નિશાળિયા સાજને બ્રેકને બદલે એક્સલરેટર દબાવી દીધું અને કાર પૂરપાટ વેગે ભાગી અને આગળ જઇને એક દીવાલ તોડીને કૂવામાં ખાબકી હતી. કૂવો 15 ફૂટ ઊંડો હતો. કાર પાણીમાં ઉંડે ફસાઇ ગઇ હતી. યુવાનો આખી રાત કૂવામાં ફસાયેલા રહ્યા અને ડૂબી જવાથી તેમના મૃત્યુ થયા હતા. મોડી રાત હોવાથી કોઇ તેમને બચાવવા નહોતું આવ્યું. વહેલી સવારે લોકોને આ ઘટનાની જાણ થઇ હતી.
સ્થાનિક રહેવાસીઓએ પોલીસ, ફાયર વિભાગને જાણ કરી હતી અને તાત્કાલિક બચાવ કામગીરી શરૂ તો કરી હતી, પણ તેમને હાથ મૃતદેહ જ લાગ્યા હતા.
Also read : કોસ્ટલ રોડ ફરતે લીલુંછમ જંગલ બનાવો: સ્થાનિકોની ઓનલાઈન ઝુંબેશ
મૃતકના પરિવારજનો આઘાતમાંઃ-
આ ઘટના બાદ મૃતકોના પરિવારજનોના ઘરમાં માતમ છવાઇ ગયું છે. એક જ પરિવારના બે જુવાનજોધ દીકરાઓ આમ અકાળે કાળનો કોળિયો બની જતા તેઓ આઘાતમાં છે. તેઓ ભવિષ્યમાં આવી ઘટના રોકવા સલામતીના પગલા લેવા અનુરોધ કર્યો છે.