આમચી મુંબઈ

ધમકીનો સિલસિલો યથાવત્ઃ આજે વધુ બે ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

મુંબઈ: ડોમેસ્ટિક એરલાઈન્સની ફ્લાઈટ્સને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળવાનો સિલસિલો ચોથા દિવસે પણ ચાલુ રહ્યો હતો. આજે પણ અગાઉની જેમ વિસ્તારાની એક અને ઈન્ડિગોની એક એમ બે ઈન્ટરનેશનલ ફ્લાઈટને નિશાન બનાવવામાં આવી હતી.

અગાઉ બુધવારે ઈન્ડિગો, સ્પાઈસ જેટ અને અકાસાની કુલ મળી સાત ફ્લાઈટને પણ આવી જ બોમ્બની ધમકી મળી હતી. એની પહેલા સોમવાર અને મંગળવારે ભારતીય એરલાઈન્સ દ્વારા સંચાલિત અંદાજે એક ડઝન ફ્લાઈટ્સને આવી જ ધમકીઓ મળી હતી.

એરલાઇને આપેલી માહિતી અનુસાર બોઇંગ 787 વિમાનને બોમ્બની ધમકી મળ્યા બાદ ગુરુવારે મુંબઈ જઈ રહેલી 147 ઉતારુ સાથેની વિસ્તારા ફ્લાઇટને તાત્કાલિક સુરક્ષા તપાસ માટે લઇ જવામાં આવી હતી.

એ જ સમયે તુર્કીના ઇસ્તંબૂલ શહેરથી મુંબઈ આવતી ઈન્ડિગો ફ્લાઇટને પણ બોમ્બની ધમકી મળી હતી અને વ્યાપક સુરક્ષા તપાસ હાથ ધરવા માટે લઈ જવામાં આવી હતી. એરલાઇને જણાવ્યું હતું કે ’16 ઓક્ટોબર, 2024ના દિવસે ફ્રેન્કફર્ટથી મુંબઈ આવવા નીકળેલી ફ્લાઇટ યુકે 028ને સોશિયલ મીડિયા પર ધમકી આપવામાં આવી હતી.’

ઈન્ડિગોએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ‘ઈસ્તંબુલથી મુંબઈ જઈ રહેલી ફ્લાઈટ 6ઈ 18ને સુરક્ષા સંબંધિત સાવધ રહેવા જણાવવામાં આવ્યું હતું. ઉતરાણ બાદ વિમાનને અલગ કરી તમામ મુસાફરોને સલામત રીતે ઉતારવામાં આવ્યા હતા.’ ઈન્ડિગોએ અન્ય વિગતો નહોતી આપી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button