આમચી મુંબઈ

ઉદ્યોગપતિ મૂકેશ અંબાણીને ધમકીભર્યા મેઈલ મોકલનારા ગુજરાત-તેલંગણાથી ઝડપાયા

મોજ ખાતર ધમકી આપી હોવાનો આરોપીઓનો દાવો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઉદ્યોગપતિ મૂકેશ અંબાણી પાસેથી 400 કરોડ રૂપિયાની ખંડણી માગી જાનથી મારવાની ધમકી આપવાના કેસમાં પોલીસે ગુજરાત અને તેલંગણાથી બે યુવકને પકડી પાડ્યા હતા. કમ્પ્યુટર ટેક્નોલૉજીમાં માહેર ગાંધીનગરના કૉલેજ સ્ટુડન્ટે માત્ર મોજ ખાતર ધમકી આપી હોવાનો દાવો પોલીસ તપાસમાં કર્યો હતો.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચૅરમૅન મૂકેશ અંબાણીની કંપનીના ઑફિશિયલ ઈ-મેઈલ આઈડી પર છેલ્લા આઠ દિવસમાં ધમકીભર્યા પાંચ મેઈલ આવ્યા હતા. આ કેસમાં ગામદેવી પોલીસે તેલંગણાના વારાંગલથી ગણેશ રમેશ વનરાપથી (19)ની ધરપકડ કરી હતી. કોર્ટે તેને 8 નવેમ્બર સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી.

આ કેસની સમાંતર તપાસ કરનારી ક્રાઈમ બ્રાન્ચના ક્રિમિનલ ઈન્ટેલિજન્સ યુનિટ (સીઆઈયુ)ના અધિકારીઓએ ગુજરાતના ગાંધીનગર સ્થિત કલોલ ખાતેથી મુખ્ય આરોપી રાજવીર જગતસિંહ ખંત (20)ને પકડી પાડ્યો હતો. મુંબઈ લાવવામાં આવેલા રાજવીરને રવિવારે કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવશે, એમ અધિકારીએ જણાવ્યું હતું. અધિકારીના જણાવ્યા મુજબ કૉમર્સના છેલ્લા વર્ષનો વિદ્યાર્થી રાજવીર કમ્પ્યુટર ટેક્નોલૉજીમાં માહેર છે. સાયબર નિષ્ણાત હોવાથી તેણે સાદાબ ખાનના નામના ઈ-મેઈલ આઈડી પરથી ધમકીભર્યા મેઈલ મોકલાવ્યા હતા. વળી, તેના આઈપી એડે્રસ પણ વિદેશનાં અલગ અલગ સ્થળનાં દર્શાવતાં હોવાથી પોલીસ તાત્કાલિક તેના સુધી પહોંચી શકી નહોતી. મધ્યમ વર્ગના પરિવારના રાજવીરનો દાવો છે કે તેણે માત્ર મોજ ખાતર આ મેઈલ મોકલાવ્યા હતા. જોકે પોલીસ તેના દાવાની ખાતરી કરી રહી છે.

રાજવીરને પગલે ચાલવા જતાં ગણેશ પણ સલવાયો

ક્રાઈમ બ્રાન્ચના અધિકારીના જણાવ્યા મુજબ ધમકીભર્યા મેઈલ મોકલાવવાના કેસનો મુખ્ય આરોપી ગુજરાતનો રાજવીર હોવાનું તપાસમાં જણાયું છે. જોકે તેને પગલે ચાલવા જતાં તેલંગણાનો ગણેશ પણ લૉકઅપભેગો થયો હતો. પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે રાજવીરે બે મેઈલ મોકલાવ્યા પછી પણ તે પોલીસને હાથ લાગ્યો નહોતો. આ વાતથી પ્રેરાઈને ગણેશે મૂકેશ અંબાણીની કંપનીના ઈ-મેઈલ આઈડી પર એક ધમકીભર્યો મેઈલ મોકલાવ્યો હતો. જોકે ગણેશે પોતાના મોબાઈલ અને ઈ-મેઈલ આઈડી પરથી મેઈલ મોકલાવવાની ભૂલ કરી હતી, જેને પગલે તાત્કાલિક પોલીસ તેના સુધી પહોંચી શકી હતી. ગણેશે કબૂલ્યું હતું કે ધમકીભર્યા મેસેજના અહેવાલ જોઈ તેણે મેસેજ મોકલાવ્યો હતો. ગણેશને ગામદેવી પોલીસે પકડી પાડ્યો હતો. જોકે આ કેસની વધુ તપાસ સીઆઈયુને સોંપવામાં આવી છે. સીઆઈયુ ગણેશનો તાબો લઈ તેની પણ પૂછપરછ કરશે.

મેઈલમાં કઈ ધમકી અપાઈ હતી?
અંબાણીને ધમકીભર્યો પહેલો ઈ-મેઈલ 27 ઑક્ટોબરે આવ્યો હતો, જેમાં 20 કરોડ રૂપિયાની ખંડણી માગવામાં આવી હતી. રૂપિયા ન આપે તો જાનથી મારવાની ધમકી આપવામાં આવી હતી. આ પ્રકરણે ઉદ્યોગપતિના સિક્યોરિટી ઈન્ચાર્જે નોંધાવેલી ફરિયાદને આધારે ગામદેવી પોલીસે એફઆઈઆર નોંધ્યો હતો. ધમકીની કોઈ અસર ન વર્તાતાં આરોપીએ બીજે દિવસે ફરી ધમકીનો મેસેજ મોકલાવી 200 કરોડ રૂપિયા માગ્યા હતા. બાદમાં આરોપીએ ખંડણીની રકમ બમણી કરી નાખી હતી. 400 કરોડ રૂપિયાની માગણીનો મેઈલ મોકલાવ્યો હતો. આ મેઈલમાં આરોપીએ લખ્યું હતું કે તમારી સુરક્ષા કેટલી પણ મજબૂત હોય અમારો એક જ સ્નિફર તમને મારી શકે છે. આ વખતે 400 કરોડ રૂપિયાની માગણી કરાઈ છે. પોલીસ અમારા સુધી પહોંચી શકતી નથી અથવા મારી ધરપકડ શક્ય નથી. ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત