આમચી મુંબઈ

બેલાપુર ઇમારત દુર્ઘટના: દોષીઓને નહીં છોડાય: ફડણવીસ

મુંબઈ: બેલાપુરના સેક્ટર 19માં શાહબાઝગાંવ ખાતે એક ઇમારત તૂટી પડવાની ઘટનામાં બે જણના મૃત્યુ થયા હતા. આ દુર્ઘટના માટે જવાબદાર દોષીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનો આદેશ નાયબ મુખ્ય પ્રધાન તેમ જ રાજ્યના ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આપ્યો હતો.

આ પણ વાંચો: Navi Mumbai માં દુર્ઘટના, ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાયી, અનેક લોકો દટાયા હોવાની આશંકા, બચાવ કામગીરી ચાલુ

નવી મુંબઈમાં દુર્ઘટનાગ્રસ્ત થયેલી આ ઇમારત ત્રણ માળની હતી અને આ ઘટનામાં બે જણનાં મૃત્યુ ઉપરાંત અનેક જણ જખમી પણ થયા હતા. ફડણવીસે આ બાબતની ગંભીર નોંધ લીધી હતી અને કાર્યવાહી વિશે જાણકારી આપતા ટ્વિટ કર્યું હતું.

ફડણવીસે જણાવ્યું હતું કે સવારે નવી મુંબઈના શાહબાઝગાંવમાં ઇમારત તૂટી પડી હોવાની દુર્ઘટના ઘટી તેમાં 50 રહેવાસીઓને સફળતાપૂર્વક ઉગારવામાં આવ્યા છે. બે જણ આ ઘટનામાં જખમી થયા છે અને તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બે નાગરિક કાટમાળ નીચે દબાયેલા છે અને તેમને બચાવવાના પ્રયાસ ચાલી રહ્યા છે. એનડીઆરએફની ટીમને પણ ઘટનાસ્થળે રવાના કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો: અગ્નિકાંડની દુર્ઘટના બાદ યોજાનાર લોકમેળાને લઈને તંત્રએ રાખી 44 શરત

આ ઘટનાની જાણ થતા નવી મુંબઈના પાલિકા કમિશનર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. બચાવવામાં આવેલા નાગરિકો માટે પાલિકાના કેન્દ્રમાં વ્યવસ્થા કરવામાં આવી છે. આ દુર્ઘટના માટે જવાબદાર દોષીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનો આદેશ નવી મુંબઈ પાલિકાના કમિશનર અને પોલીસ કમિશનરને આપવામાં આવ્યો છે, એમ ફડણવીસે જણાવ્યું હતું.

અસરગ્રસ્તોને મદદ પૂરી પાડવા મુખ્ય પ્રધાનનો આદેશ
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પણ આ મામલે નવી મુંબઈ પાલિકાના કમિશનર સાથે ચર્ચા કરી હતી અને પરિસ્થિતિની જાણકારી મેળવી હતી. શિંદેએ દુર્ઘટનાના અસરગ્રસ્તોને તાત્કાલિક ધોરણે જરૂરી તે બધી જ મદદ પૂરી પાડવાનો આદેશ આપ્યો હતો. બચાવકાર્ય પાર પાડીને જખમીઓને ઉપચાર-આરોગ્ય સુવિધા, ભોજન-પાણી, કપડા અને કામચલાઉ રહેઠાણ જેવી વ્યવસ્થા કરી આપવાનો આદેશ શિંદેએ આપ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button