જબરો નીકળ્યો આ જમાઈ, પત્નીને પાછી લાવવા કરી આવી હરકત…
કલ્યાણ: પતિ-પત્ની વચ્ચે અનેક વખત જઘડા થતાં હોય છે અને ઘણી વાર આ જઘડા અજબ ગજબ ઘટનાનું રૂપ લઈ લે છે. આવોજ એક વિચિત્ર બનાવ કલ્યાણમાં બન્યો હતો. તો થયું એમ કે પતિ સાથે ઝઘડો કરી પત્ની પોતાના પિયરે જતી રહી હતી. તેનો બદલો લેવા ગુસ્સે ભરાએલા પતિએ તેની પત્નીની માતાનું એટલેકે તેની સાસુનું અપહરણ કર્યું હતું.
ઝઘડો કર્યા બાદ પત્ની ઘર છોડીને જતાં તેના પતિએ તેને પાછી લાવવા અનેક પ્રયત્નો કર્યા હતા પણ તેની માતાએ દીકરીને પાછી મોકલવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. આ વાતના ગુસ્સાને પોતાના મનમાં રાખીને જમાઈએ તેના સાસુનું અપહરણ કર્યું હતું. સાસુનું અપહરણ કરી તેને તળોજાના તેના ઘરમાં બંધ કરીને મારપીટ કરવાનો આરોપ આરોપી પતિ પર લગાડવામાં આવ્યો છે. માનપાડા પોલીસે સાસુને જમાઈની કેદમાંથી છોડાવી આરોપીની ધરપકડ કરી હતી.
આરોપીની ઓળખ તળોજા નજીક એક ગામના રહેવાસી ભાવેશ માધવી તરીકે કરવામાં આવી છે. તેણે કલ્યાણમાં રહેતી દીક્ષિતા ખોકરે સાથે લગ્ન કર્યા હતા. તેમને એક પુત્ર પણ હોવાની વાત સામે આવી છે. દીક્ષિતા અને ભાવેશ વચ્ચે છેલ્લા અનેક મહિનાથી ઝઘડો ચાલી રહ્યો હતો. રોજના ઝઘડાથી કંટાળીને પત્ની દીક્ષિતા બાળક લઈને તેના પિયરે નીકળી ગઈ હતી. ભાવેશ અને તેનો મિત્ર સૂરજ મ્હાત્રે દીક્ષિતાને પરત લાવવા તેના ઘરે ગયા હતા.
દીક્ષિતાની માતાએ દીકરીને સાસરે પાછી મોકલવાનો ઇનકાર કર્યો હતો ત્યારબાદ ગુસ્સે ભરાયેલા ભાવેશે તેના સાસુને છરી બતાવી તેને બળજબરીથી પોતાની કારમાં બેસાડી તળોજા સ્થિત તેના ઘરે લઇ ગયો હતો. ભાવેશ પર સાસુને લોખંડના સળિયા અને કાતરથી માર મારવાનો પણ આરોપ લગાડવામાં આવ્યો છે. આ ઘટના બાદ દીક્ષિતાએ તેની માતાની શોધી શરૂ કરી હતી ત્યારે ભાવેશે તેને ફોન કરી તારી માં મારી પાસે છે અને મારા પુત્રને લઈ આવ અબને તારી માતાને લઈ જ તેવી ધમકી આપી હતી.
ભાવેશના ફોન બાદ દીક્ષિતાએ આ વિશે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મળતા જ દીક્ષિતાનો પરિવાર માનપાડા પોલીસ સાથે તળોજા પહોંચ્યો હતો. દીક્ષિતાની માતા ત્યાં તેમને ઘાયલ હાલતમાં મળી આવી હતી. પોલીસે તરતજ એક્શનમાં આવી ભાવેશની કેદમાંથી સાસુ દીપાલીને છોડાવી હતી. આરોપી ભાવેશ અને તેના મિત્ર સુરજની પોલીસે ધરપકડ કરી હતી. બંને આરોપીઓ સામે માનપાડા પોલીસ સ્ટેશનમાં અપહરણ અને મારપીટનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ ઈન્સ્પેક્ટર જ્ઞાનોબા સૂર્યવંશી આ મામલે આગળ તપાસ ચાલી રહ્યો છે.