વિક્રોલીવાસીઓની આ સમસ્યાનો આવશે અંત, પણ ખર્ચમાં વધારો
મુંબઈ: રેલવે ફાટક પાર કરતી વખતે થતા અકસ્માતની ઘટનાને ડામવા માટે અંદાજે પાંચ વર્ષ પહેલા મુંબઈ પાલિકા અને મધ્ય રેલવે દ્વારા ફાટક બંધ કરીને વિક્રોલી રેલવે સ્ટેશન ઉપરથી પસાર થનારો પુલ બાંધવાની શરૂઆત કરી હતી. તેમ છતાં અત્યાર સુધીમાં અમુક કારણોસર આ પુલનું કામ અટકી પડ્યું હતું.
મે, ૨૦૨૪ સુધી પુલ સંપૂર્ણ રીતે કાર્યરત કરવાનું પાલિકાનું લક્ષ્ય હતું. હવે પુલ માર્ચ, ૨૦૨૫ સુધી શરૂ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ સિવાય પુલના બાંધકામમાં થયેલા વિલંબને કારણએ ખર્ચ પણ રૂ. ૩૭,૦૬,૨૪,૦૦૦ પરથી રૂ. ૭૯,૨૦,૩૯,૭૫૮ પર પહોંચ્યો છે.
આ પણ વાંચો: અંધેરી, વરલી અને વિક્રોલીમાં નવા સ્વિમિંગ પૂલ ખુલ્લા મુકાશે
વિક્રોલી રેલવે સ્ટેશન નજીક ફાટક હોવાને કારણે લોકો પૂર્વ-પશ્ચિમ તરફની અવરજવર કરતા હતા. વાહનચાલકો પણ આ માર્ગને જ વધુ પસંદ કરતા હતા. રેલવે ફાટક પાર કરતી વખતે રાહદારીઓ અને વાહનચાલકોના થતા અકસ્માતને કારણે પુલ બનાવવાની માગણી સ્થાનિકો દ્વારા થવા લાગી હતી.
તેને ધ્યાનમાં રાખીને ૨૦૧૮માં પાલિકાએ ટેન્ડર બહાર પાડીને આ માટેનું કામ પણ એક કંપનીને સોંપ્યું હતું. મે, ૨૦૧૮માં પુલના કામની શરૂઆત પણ થઇ હતી, પણ પુલના માળખામાં વારંવાર ફેરફાર કરવામાં આવ્યા હતા. વિવિધ મંજૂરીઓ મેળવવામાં વિલંબ થયો હતો. ત્યાર બાદ ૨૦૨૦માં ફરી કામની શરૂઆત થઇ હતી, પણ કોરોનાને કારણે કામની ગતિ ફરી ઠંડી પડી હતી.
આ પણ વાંચો: વિક્રોલી સ્ટેશન રોડ પર ફેરિયાઓની ભીડ
રેલવે ટ્રેકની ઉપરથી પસાર થતા પુલના ભાવનું કામ રેલવે તરફથી, જ્યારે રેલવેની હદની બહારનું કામ પાલિકાની જવાબદારી છે. રેલવેની હદનું કામ ૯૦ ટકા પૂર્ણ થયું છે, જ્યારે પાલિકાનું કામ ૭૫ ટકા પૂર્ણ થયું છે. અત્યાર સુધી ૧૯ ગર્ડરમાંથી ૧૩ ગર્ડર બેસાડવામાં આવ્યા છે. આ પુલ તૈયાર કરવામાં આવ્યા પછી સ્થાનિકો અને વાહનચલાકોને અવરજવર કરવામાં વધુ રાહત થઈ શકે છે, એમ વર્તુળએ જણાવ્યું હતું.
-
દુનિયાનો એકમાત્ર એવો દેશ કે જ્યાંના લોકો Internet નથી વાપરતા…
-
ટ્રમ્પનું ચૂંટાવું ભારત માટે ચિંતાનો વિષય? ટ્રમ્પની આ નીતિઓ ભારતને અસર કરશે
-
સલમાન બાદ હવે શાહરૂખ ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી, આરોપીની અટક
-
ડૉલર ચાર મહિનાની ટોચે પહોંચતા વૈશ્વિક સોનું ત્રણ સપ્તાહને તળિયે