સીઆઈડીના આ લોકપ્રિય એક્ટરને આવ્યો હાર્ટએટેક… | મુંબઈ સમાચાર

સીઆઈડીના આ લોકપ્રિય એક્ટરને આવ્યો હાર્ટએટેક…

લોકપ્રિય ટીવી શો સીઆઈડીમાં ઈન્સ્પેક્ટર ફ્રેડરિક્સની ભૂમિકા ભજવનાર અભિનેતા દિનેશ ફડનીસના ફેન્સ માટે ચિંતા કરાવે એવા સમાચાર આવી રહ્યા છે. મળી રહેલી માહિતી પ્રમાણે દિનેશને પહેલી ડિસેમ્બરના રાતે હાર્ટ એટેક આવ્યો હતો અને તેને મુંબઈના મલાડમાં આવેલી તુંગા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર હોસ્પિટલમાં દાખલ થતાં સમયે દિનેશની હાલત નાજૂક હતી, પરંતુ હવે તેની સ્થિતિમાં સુધારો જોવા મળ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે સીઆઈડીમાં દિનેશનો રોલ અને એક્ટિંગ દર્શકોને ખૂબ જ પસંદ પડી હતી અને તેણે પણ ઇન્સ્પેક્ટર ફ્રેડરિક્સ બનીને, વર્ષો સુધી લોકોનું મનોરંજન કર્યું હતું.

સીઆઈડી એ એક ખૂબ જ લોકપ્રિય ટીવી શો હતો અને તે 1998માં શરૂ કરવામાં આવ્યો હતો અને 2018 સુધી તે ઓન એર હતો. બે દાયકાની સફર દરમિયાન આ શો તેમ જ તેમાં કામ કરતા તમામ કલાકારોએ દર્શકોના દિલોમાં એક ખાસ જગ્યા બનાવી લીધી હતી અને તેમાંથી જ એક હતો દિનેશ ફડનીસ. દિનેશ શરૂઆતથી આ શો સાથે જોડાયેલો હતો અને અંત સુધી તેનો ભાગ રહ્યો.

સીઆઈડી સિવાય પણ દિનેશ ફડનીસ ખૂબ જ લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પણ એક નાનકડી ભૂમિકામાં જોવા મળ્યો છે. આ ઉપરાંત દિનેશે કેટલીક ફિલ્મોમાં કેમિયો રોલ કરતો જોવા મળ્યો છે.

સંબંધિત લેખો

Back to top button