આમચી મુંબઈમહારાષ્ટ્ર

Eastern, Western Express Way પર ટ્રાફિકજામની સમસ્યા ઉકેલવા BMCનો આ છે માસ્ટર પ્લાન…

મુંબઈ: મુંબઈમાં દિવસે દિવસે ટ્રાફિક જામની સમસ્યા વધતી જ જઈ રહી છે અને એમાં પણ ઈસ્ટર્ન અને વેસ્ટર્ન એક્સપ્રેસવેની વાત કરીએ તો અહીં તો વાહનોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. સતત વકરતી જતી આ ટ્રાફિક જામની સમસ્યાને ધ્યાનમાં લઈને મુંબઈ મહાનગર પાલિકાએએક્સેસ કંટ્રોલ પોલિસી પર પસંદગીનો કળશ ઢોળ્યો છે.

બીએમસી દ્વારા આ પોલિસી અંતર્ગત ઈસ્ટર્ન અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પરના જંક્શન પર ફ્લાઈંગ બ્રિજ અને અંડરપાસ બનાવવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. આ બાબતે પાલિકાના એક ઉચ્ચ અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, બંને હાઇવે પર ટ્રાન્સપોર્ટની સુવિધા આપવા માટે કન્સલ્ટન્ટ દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે અને આ મહિનાના અંતર સુધીમાં એટલે કે ૩૦મી નવેમ્બરના પાલિકા દ્વારા આ પ્રોજેક્ટ માટેના ટેન્ડર બહાર પાડવામાં આવશે.

આ જૂનો એક્સપ્રેસવે મુંબઈના ઉપનગરોમાં પ્રવેશવા માટેના મહત્વપૂર્ણ માર્ગ છે. આ ૨૩૫૫ કિમીનો માર્ગ મુલુંડ, ભાંડુપ, વિક્રોલી, ઘાટકોપર, ચેમ્બુર, સાયન, દાદર, સીએસએમટી કોમ્પ્લેક્સ વગેરે મુંબઈના ઉપનગરોને જોડવાનું કામ કરે છે. આ માર્ગ સાયન-પનવેલ હાઇવે અને સાંતાક્રુઝ-ચેમ્બુર હાઇવે, ફ્રીવેને પણ જોડશે.

વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે મુંબઈના પશ્ચિમી ઉપનગરો માટે એક મહત્વપૂર્ણ માર્ગ છે જે દહિસર, બોરીવલી, કાંદિવલી, મલાડ, ગોરેગાંવ, જોગેશ્વરી, અંધેરી, વિલે પાર્લે, વાંદ્રે વગેરેના ઉપનગરોને જોડે છે. વધુ વરસાદ વાળા આ માર્ગો પર ટ્રાન્સપોર્ટમાં આવતી અડચણોને દૂર કરવા અનેક પુલ બનાવવામાં આવ્યા છે જે સાંતાક્રુઝ-ચેમ્બુર અને બાન્દ્રા-વરલી સમુદ્રી ધોરીમાર્ગો જોડે છે. પણ આ પૂર્વ અને પશ્ચિમ એક્સપ્રેસ હાઇવે પર ભીડના સમયે વાહનચાલકોને ભારે ટ્રાફિક જામનો સામનો કરવો પડે છે. તેથી વધુ ટ્રાફિક વાળા વિસ્તારોમાં ફ્લાઈંગ પુલ, અંડરપાસ વગેરે બનાવી ટ્રાફિકની સમસ્યાને દૂર કરવાની યોજના બનાવવામાં આવી છે.

ઈસ્ટર્ન અને વેસ્ટર્ન સબર્બ્સને કનેક્ટ કરવા માટે વધુ ફ્લાયઓવર બનાવવાની જરૂર છે. આ રસ્તાઓને કોઈપણ સિગ્નલ વગર બનાવવાનો પ્રયાસ બીએમસી દ્વારા કરવામાં આવશે. અથવા તો બંને હાઈવે પર નવ જંકશન માટે સર્વે કરવામાં આવી રહ્યા છે. આ માટે કન્સલ્ટન્ટની નિમણૂક કરવામાં આવી હતી અને તેનો રિપોર્ટ એક મહિનામાં રજૂ કરવામાં આવશે.
પૂર્વ અને પશ્ચિમ એક્સપ્રેસવે પર કુલ મળીને નવ મહત્વપૂર્ણ જંકશન બંધવામાં આવશે. જંકશન પર નાના ફ્લાયઓવર અને અંડરપાસ બાંધી શકાય કે તે અંગે અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. ટ્રાફિક ઘટાડવા માટે જંકશન બાંધવાનો ઉપાય સૂચવવામાં આવ્યો છે. જેમાં ઐરોલી ખાતે ડરપાસ અને ડબલ એલિવેટેડ ફ્લાયઓવર બંધવામાં આવશે. કાંજુરમાર્ગના રસ્તાને યુટર્નની સુવિધા આપવામાં આવશે. ડમ્પિંગ ગ્રાઉન્ડ નજીકના ફ્લાયઓવર નજીક પણ યુટર્નની સુવિધા હશે. જેવીએલઆર પવઈ, ઘાટકોપર, છેડાનગર ખાતે અંડરપાસ વિકસાવવામાં આવશે. બીકેસીને કનેક્ટર કરતો યુટર્ન ફ્લાયઓવર બંધવામાં આવશે. સુધીર ફડકે ફ્લાયઓવર, વિલેપાર્લે હનુમાન રોડ મિલન સબ વે જંકશન ખાતે અંડરપાસ અને રોડ પહોળો કરવાના પ્રસ્તાવ વિશે મંગલવારે ચર્ચા કરવામાં આવશે.

આ પ્રોજેક્ટ અંગે ૭મી નવેમ્બરે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન હેડક્વાર્ટર ખાતે એડિશનલ કમિશનર સાથે પ્રી-પ્રપોઝલ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં પૂર્વ અને પશ્ચિમ એક્સપ્રેસ વે પર વાહનોની અવરજવરને સરળ બનાવવા માટે વિવિધ મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે. પ્રી-બિડ મીટિંગ ૧૪મી ડિસેમ્બર ૨૦૨૩ના રોજ યોજાશે અને ૨૧મી ડિસેમ્બર ટેન્ડરો સબમિટ કરવાની છેલ્લી તારીખ રહેશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Dhoni’s Fiery Side: When Captain Cool Lost His Composure Mumbai’s Hidden Gems: Romantic Escape for Two Good News for Some! Shani Dev’s Impact Lessened on Hanuman Jayanti Mobile Phoneમાં સ્લો છે Internetની સ્પીડ? સિમ્પલ ટિપ્સ કરો ફોલો અને જુઓ Magic…