આમચી મુંબઈ
શિવડી સ્ટેશને પ્રજ્ઞાચક્ષુ મહિલા આ રીતે મોતને ભેટી…
મુંબઈ: એક પ્રજ્ઞાચક્ષુ ભિખારી મહિલા મુંબઈના શિવડી સ્ટેશન પર ટ્રેનની બે બોગી વચ્ચેના ગેપમાં પડી ગઇ પોલીસે જણાવ્યું હતું કે તે અંધ મહિલા પડી જતા તેની ઉપરથી ટ્રેન પસાર થઇ ગઇ હતી અને તેના કારણે તેનું મૃત્યુ થયું હતું.
એક અધિકારીએ જણાવ્યું હતું કે બુધવારે સાંજે લગભગ 4.30 વાગ્યે આ ઘટના બની હતી, મહિલા અને તેનો પતિ બંને પ્રજ્ઞાચક્ષુ હતા તેઓ બંને મુંબઈ સીએસએમટી જતી ટ્રેનમાંથી મધ્ય રેલવેના હાર્બર લાઇન કોરિડોર પર શિવડી સ્ટેશન પર ઉતર્યા હતા. બંને ઉતાવળમાં બોગી બદલી રહ્યા હતા ત્યારે મહિલા અચાનક બે કોચ વચ્ચેના ગેપમાં પડી ગઈ હતી. કોઈ ત્યાં પહોંચીને મહિલાને મદદ કરે તે પહેલા ટ્રેન આગળ વધવા લાગી અને તે મહિલાના ઉપરથી નીકળી ગઇ હતી.
મહિલાને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી.
Taboola Feed