આમચી મુંબઈમહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

મુંબઈમાં રાજકીય પક્ષોને સતાવી રહી છે આ ચિંતા, મતદાતાઓને કરી રહ્યા છે ખાસ અપીલ…

મુંબઈઃ લોકસભાની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે. એક તરફ જ્યાં મુંબઈ અને રાજ્યમાં ઉષ્ણતાનો પારો ઉંચેને ઉંચે જઈ રહ્યો છે એ જ રીતે રાજકીય માહોલમાં પણ ગરમાગરમી જોવા મળી રહી છે. ચૂંટણી જાહેર થતાં જ રાજકીય પક્ષોએ ઉમેદવારોની યાદી જાહેર કરવાની શરૂઆતની સાથે સાથે પ્રચારની શરૂઆત પણ કરી દીધી છે. આખા દેશમાં સાત તબક્કામાં મતદાન થશે અને એમાં મુંબઈમાં 20મી મેના રોજ મતદાન થશે. પરિણામે રાજકીય પક્ષો સામે હવે એક મહત્ત્વનો સવાલ ઉપસ્થિત થયો છે અને એને કારણે રાજકીય પક્ષો ચિંતામાં પડી ગયા છે.

મે મહિનામાં સ્કૂલ-કોલેજમાં સમર વેકેશન શરૂ થઈ જાય છે અને મુંબઈગરાઓ સમર વેકેશનમાં ફેમિલી વેકેશન પર કે પોતાના ગામ જતા હોય છે. આવી પરિસ્થિતિમાં પોતાની વોટબેંકને કઈ રીતે રોકવી એવો સવાલ રાજકીય પક્ષોને સતાવી રહ્યો છે.

કેન્દ્રીય ચૂંટણી પંચની જાહેરાત પ્રમાણે આગામી 20મી મેના દિવસે મુંબઈના છ લોકસભા મતદાર સંઘમાં મતદાન કરવામાં આવશે. ઉનાળાની રજાઓમાં મોટાભાગે લોકો ફરવા કે ગામ ઉપડી જતાં હોય છે અને આ તમામ લોકો મે મહિનાના અંતમાં કે જૂનના પહેલાં અઠવાડિયામાં સ્કૂલ-કોલેજ શરૂ થાય એની પહેલાં મુંબઈ પાછા પરે છે.

આ સમસ્યાને કારણે પોતાની વોટબેંકને કઈ રીતે મતદાનના દિવસ સુધી મુંબઈમાં રોકી શકાય એ માટે પણ રાજકીય પક્ષોમાં ચર્ચા વિચારણા ચાલી રહી છે. એટલું જ નહીં આ માટે મતદારોમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મની મદદથી જાગરૂક્તા લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

બાળકોને શાળામાં વેકેશન પડે એટલે તરત જ ગામ જાવ પણ મતદાન માટે 20મી મેના દિવસે મુંબઈમાં હાજર રહો કે પછી મતદાન કરીને ગામ કે ફરવા જવાની અપીલ રાજકીય પક્ષો દ્વારા સોશિયલ મીડિયા પર મતદાતાઓને કરવામાં આવી છે. આ સિવાય મતદાતાઓને મુંબઈમાં રોકવા માટે બીજું શું કરી શકાય એ અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી રહી હોવાની માહિતી સૂત્રો દ્વારા આપવામાં આવી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button