મંગળવારે પશ્ચિમ ઉપનગરના આ વિસ્તારમાં ઓછા દબાણ સાથે પાણીપુરવઠો થશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બોરીવલીમાં નેશનલ પાર્કમાં આવેલી બોરીવલી ટેકડી રિઝર્વિયર-બેનું મંગળવારે સ્ટ્રક્ચરલ ઑડિટ કરવામાં આવવાનું છે. તેથી પશ્ચિમ ઉપનગરના કાંદીવલી, બોરીવલી અને દહીસરમાં મંગળવારે નવ જાન્યુઆરીના ઓછા દબાણ સાથે પાણીપુરવઠો થશે. તેથી નાગરિકોને સંભાળીને કરકસરપૂર્વક પાણીનો ઉપયોગ કરવાની અપીલ પાલિકા પ્રશાસને કરી છે.
મુંબઈ મહાનગરપાલિકાના ‘આર-મધ્ય’ વોર્ડના બોરીવલી (પૂર્વ)માં આવેલા સંજય ગાંધી નેશનલ પાર્ક સ્થિત બોરીવલી ટેકડી રિઝર્વિયર નંબર -બેનું મંગળવારે, નવ જાન્યુઆરી, ૨૦૨૪ના સ્ટ્રક્ચરલ ઑડિટ કરવામાં આવવાનું છે. આ કામ મંગળવારે બપોરના એક વાગ્યાથી રાતના નવ વાગ્યા સુધી કુલ આઠ કલાક ચાલવાનું છે.
સ્ટ્રક્ચરલ ઓડિટના કામ માટે બોરીવલી ટેકડી રિઝિર્વિયર નંબર-બેને ખાલી કરવામાં આવવાની છે. આ દરમિયાન કાંદીવલી, બોરીવલી અને દહીસર વિસ્તારમાં રિઝર્વિયર નંબર ત્રણમાંથી પાણીપુરવઠો કરવામાં આવશે. તેથી મંગળવારના પાણીપુરવઠો ઓછા દબાણ સાથે થશે.