આમચી મુંબઈ

આનંદો હવે પાલિકાના ગાર્ડનમાં કરી શકાશે આ એક્ટિવિટી…

છેલ્લાં કેટલાક સમયથી લગ્ન પહેલાં ફોટો શૂટ કરાવવાનું ચલણ દિવસે દિવસે વધતું જાય છે અને એ માટે લોકોએ દર વખતે અલગ અલગ લોકેશન્સ શોધવા પડે છે. પરંતુ હવે પાલિકા આ પ્રિ-વેડિંગ ફોટોશૂટ કરવાનારાઓની વહારે પાલિકા આવી છે અને પાલિકાને કારણે મુંબઈગરાઓની લોકેશન્સની શોધ ટૂંક સમયમાં જ પૂરી થઈ જશે.

મળી રહેલી માહિતી પ્રમાણે હવે ટૂંક સમયમાં જ પાલિકાના ગાર્ડનમાં પ્રિ-વેડિંગ ફોટોશૂટની સશુલ્ક પરવાનગી આપવામાં આવશે અને પાલિકાના આ પગલાંને કારણે કપલ્સ હવે સરસમજાના સુશોભિત ગાર્ડનમાં કોઈ પણ પ્રકારની રોકટોક વગર ફોટો અને વીડિયો શૂટ કરી શકશે.

મુંબઈમાં પાલિકાના અનેક ઉદ્યાનો આવેલા છે પરંતુ આ ઉદ્યાનમાં ફોટોશૂટ માટે પરવાનગી આપવામાં આવી નહોતી. પરંતુ તેમ છતાં અનેક કપલ્સ ગેરકાયદેસર રીતે આ ગાર્ડનમાં ફોટો ક્લિક કરે છે. હવે પાલિકાએ પોતાની પોલિસીમાં ફેરફાર કરવાનું નક્કી કર્યું છે અને આ ફેરફાર અનુસાર હવે ટૂંક સમયમાં જ કપલ્સ પાલિકાના ગાર્ડનમાં ફોટોશૂટ કરી શકશે. પાલિકા દ્વારા બપોરના સમયે ઉદ્યાન બંધ રાખવામાં આવે છે અને એ સમયે કપલ્સ આ ગાર્ડનમાં ફોટોશૂટ કરી શકશે. આ ફોટોશૂટને કારણે પાલિકાના ગાર્ડનને તો પ્રસિદ્ધિ મળશે જ પણ એની સાથે સાથે જ પાલિકાને આવક પણ થશે.

આ સિવાય મુંબઈમાં મહાપાલિકાના મેદાનો અને પાલિકાના ગાર્ડનને લગ્નસમારંભો માટે પણ ભાડા પર આપવાની યોજના પાલિકા દ્વારા બનાવવામાં આવી રહી છે અને આ બંને માધ્યમથી પાલિકા વધુ આવક રળી શકશે, એવો વિશ્વાસ પાલિકાના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા વ્યક્ત કરાઈ રહ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ શ્રેષ્ઠ હવાની ગુણવત્તાવાળા ભારતીય શહેરો ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર!

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker