આમચી મુંબઈ

થર્ટી ફર્સ્ટ નાઇટ: ૧૫,૦૦૦થી વધુ પોલીસ તહેનાત

ડ્રન્ક એન્ડ ડ્રાઇવ વિરુદ્ધ વિશેષ ઝુંબેશ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નવા વર્ષના સ્વાગત માટે થર્ટી ફર્સ્ટની રાતે શહેરમાં ઠેકઠેકાણે રાતભર ચાલતી ઉજવણી દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ નિર્માણ ન થાય એ માટે જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હોઇ શહેરમાં ૧૫,૦૦૦થી વધુ પોલીસ કર્મચારીને તહેનાત કરવામાં આવ્યા છે. શહેરમાં ગિરદીના સ્થળોએ પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવશે અને ડ્રન્ક એન્ડ ડ્રાઇવ વિરુદ્ધ વિશેષ ઝુંબેશ હાથ ધરાશે. ગેટવે ઓફ ઇન્ડિયા, ગિરગામ ચોપાટી, દાદર, માહિમ, જુહુ, વર્સોવા, ગોરાઇ, મઢ અને માર્વે બીચ તથા ૩૧ ડિસેમ્બરે રાતે જ્યાં લોકો મોટી સંખ્યામાં ભેગા થતા હોય એવા સ્થળોએ પોલીસકર્મીઓને તહેનાત કરવામાં આવશે. સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે ૨૨ ડેપ્યુટી પોલીસ કમિશનર (ડીસીપી), ૪૫ આસિસ્ટન્ટ પોલીસ કમિશનર (એસીપી), ૨,૦૫૧ અધિકારી અને ૧૧,૫૦૦ કોન્સ્ટેબલો બંદોબસ્તમાં હાજર રહેશે. ઉપરાંત સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સની પ્લાટૂન, ક્વિક રિસ્પોન્સ ટીમ, રાયટ ક્ધટ્રોલ ફોર્સ અને હોમગાર્ડસની પણ મદદ લેવામાં આવી છે.

પોલીસ દ્વારા ઠેકઠેકાણે નાકાબંધી કરવામાં આવશે અને ગિરદીના સ્થળોએ પેટ્રોલિંગ કરવા તેમ જ ફિક્સ પોઇન્ટ નિમવામાં આવશે. દરમિયાન ડ્રન્ક એન્ડ ડ્રાઇવ વિરુદ્ધ વિશેષ ઝુંબેશ હાથ ધરાશે, જે બીજે દિવસે સવાર સુધી રહેશે. એ સિવાય ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે કાર્યવાહી કરવામાં આવશે.

સાર્વજનિક સ્થળોએ ધીંગાણું મચાવનારા, મહિલાઓની છેડતી કરનારા, ગેરકાયદે દારૂ અને ડ્રગ્સ વેચનારા લોકો સામે કડક કાર્યવાહી કરાશે. થર્ટી ફર્સ્ટની રાતે કોઇ પણ જાતની સમસ્યા નિર્માણ થાય તો નાગરિકોએ મદદ માટે ૧૦૦ નંબર પર સંપર્ક કરી શકે છે.

બેસ્ટ દોડાવશે સ્પેશિયલ બસ
નવા વર્ષના સ્વાગત કરવા મુંબઈના દરિયા કિનારા પર ફરવા નીકળેલા મુંબઈગરા માટે બૃહનમુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય એન્ટ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ) દ્વારા વધારાની બસ દોડાવવામાં આવવાની છે. રવિવાર મોડી રાતના ૨૫ વધારાની બસ દોડાવવામાં આવશે અને આવશ્યકતા જણાઈ તો તેમાં હજી વધારો કરાશે.
રવિવાર, ૩૧ ડિસેમ્બરના રાતના નવા વર્ષના સ્વાગત માટે ગેટ વે ઓફ ઈન્ડિયા, જુહૂ ચોપાટી, ગોરાઈ બીચ, માર્વે બીચ અને મુંબઈના અન્ય દરિયા કિનારા પર રાતના સમયે આવનારા પ્રવાસીઓની સુવિધા માટે બેસ્ટ ઉપક્રમ દ્વારા જુદા જુદા બસ રૂટ પર ૨૫થી વધુ બસ છોડવામાં આવવાની છે.
પ્રવાસીઓની મદદ માટે બેસ્ટ ઉપક્રમ મારફત ડૉ. શ્યામપ્રસાદ મુખર્જી ચોક, જુહૂ ચોપાટી, ગોરાઈ બીચ તથા ચર્ચગેટ સ્ટેશન (પૂર્વ) અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ વગેરે ઠેકાણે ટ્રાફિક ઓફિસરથી લઈને ટિકિટ ચેકર ઉપલબ્ધ રહેશે.
બેસ્ટની જાહેરાત મુજબ ૮ નંબરની લિમિટેડ બસ ડૉ. શ્યામપ્રસાદ મુખર્જી ચોક (મ્યુઝિયમ)થી શિવાજી નગર બસ ડેપો સુધીની રાતના ૧૨.૧૫ વાગે અને રાતના ૧૨.૩૦ વાગે દોડાવવામાં આવશે
૬૬ નંબરની લિમિટેડ ઈલેક્ટ્રિક હાઉસથી રાણી લક્ષ્મીબાઈ ચોક (સાયન) સુધીની બસ રાતના ૧૦ વાગે, ૧૦.૩૦ વાગે, ૧૧ વાગે અને ૧૧.૩૦ વાગે દોડાવવામાં આવશે.
એ-૧૧ ડૉ. શ્યામપ્રસાદ મુખર્જી ચોક (મ્યુઝિયમ)થી અહિલ્યાબાઈ હોળકર ચોક (ચર્ચગેટ) વચ્ચચે રાતના ૧૦ વાગે, ૧૦.૧૫ વાગે, ૧૦.૩૦ વાગે અને ૧૦.૪૫ વાગે દોડાવવામાં આવશે.
૨૦૩ નંબરની અંધેરી સ્ટેશન (પશ્ર્ચિમ)થી જુહૂ બીચ વચ્ચેે રાતના ૧૧.૧૫ વાગે અને ૧૪.૪૫ વાગે દોડાવવામાં આવશે.
૨૩૧ નંબરની સાંતાક્રુઝ સ્ટેશન (પશ્ર્ચિમ) જુહૂ બસ સ્ટોપ વચ્ચે રાતના ૧૦ વાગે, ૧૦.૨૦ વાગે, ૧૦.૪૫ વાગે અને ૧૧ વાગે દોડાવવામાં આવશે.
એ-૨૪૭ અને એ-૨૯૪ બોરીવલી સ્ટેશન(પશ્ર્ચિમ)-ગોરાઈ બીચ અને ગોરાઈ બીચથી બોરીવલી સ્ટેશન(પશ્ર્ચિમ) વચ્ચચે રાતના ૧૦.૧૫ વાગે અન ૧૦.૩૦ વાગે દોડાવવામાં આવશે.
૨૭૨ નંબરની મલાડ સ્ટેશન (પશ્ર્ચિમ) માર્વે બીચ વચ્ચે રાતના ૧૧.૧૫ અને ૧૧.૪૫ વ વાગે બસ દોડાવવામા આવશે.

રેલવે સ્ટેશનો પર પણ રહેશે વધારાનો બંદોબસ્ત
થર્ટી ફર્સ્ટને ધ્યાનમાં રાખી પશ્ર્ચિમ અને મધ્ય રેલવેની ત્રણેય લાઇનમાં પ્રવાસીઓની સુરક્ષા માટે રેલવે સ્ટેશનો પર વધારાનો બંદોબસ્ત ગોઠવવામાં આવશે.
રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ), ગવર્નમેન્ટ રેલવે પોલીસ (જીઆરપી), હોમગાર્ડસ સહિત સ્પેશિયલ ફોર્સને રાઉન્ડ ધ ક્લોક ડ્યૂટી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જીઆરપીના પાંચ હજારથી વધુ જવાન અને એક હજારથી વધુ અધિકારીઓને તહેનાત રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઉપરાંત રેલવે સ્ટેશન, લોકલ ટ્રેન તથા રેલવે પરિસરમાં શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવાની અપીલ કરવામાં આવી છે.

પોલીસ કર્મીઓની રજા રદ
મુંબઈમાં નવા વર્ષના સ્વાગતની તૈયારીઓ ચાલી રહી છે. નવા વર્ષની ઉજવણી કરવા માટે પર્યટન સ્થળો પર લોકોની ભારે ભીડ હોય છે. નવા વર્ષની ઉજવણી દરમિયાન કોઈ પણ અનિચ્છનિય ઘટના ન બને તે માટે મુંબઈ પોલીસ પણ એલર્ટ થઈ ગયા છે. ૨૦૨૪ અને થર્ટીફસ્ટની ઉજવણી દરમિયાન મુંબઈની સુરક્ષા માટે દરેક પોલીસ કર્મચારીઓની રજાઓને રદ કરવામાં આવી છે. ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત