આમચી મુંબઈ

મહારાષ્ટ્રમાં બનશે ત્રીજું મુંબઈ!

નવું શહેર બનાવવા માટે ઓથોરિટીની સ્થાપના: નવી મુંબઈ એરપોર્ટની આસપાસના 323 ચો. કિ.મી. ક્ષેત્રફળમાં બનશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર)ની વધતી જતી વસ્તીને વધુ સારી આવાસ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મજબૂત પરિવહન સુવિધાઓ પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે, રાજ્ય સરકારે `ત્રીજું મુંબઈ’ શહેર વિકસાવવા માટે એક વ્યાપક દરખાસ્તને અંતિમ સ્વરૂપ આપ્યું છે.
રાજ્ય સરકારના સૂત્રોએ આપેલી માહિતી અનુસાર ગયા અઠવાડિયે આ દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી. ન્યૂ ટાઉન ડેવલપમેન્ટ ઓથોરિટી (એનટીડીએ)ની રચના કરવામાં આવી છે. ઉલવે, પેણ, પનવેલ, ઉરણ, કર્જત વગેરે મળીને કુલ 323 ચો.કિ.મી.નો વિસ્તાર એનટીડીએ (નવા શહેર)નો ભાગ હશે.
નવી મુંબઈ એરપોર્ટ ઈન્ફલ્યુએન્સ નોટિફાઈડ એરિયા (નૈના) હેઠળ આવતા 80-90 ગામો સહિત લગભગ 200 ગામોનો આમાં સમાવેશ કરવામાં આવે એવી શક્યતા છે.
સરકાર પાસે પહેલેથી જ એમએમઆર વિકસાવવાની યોજના છે જે 0.25 ટ્રિલિયન યુએસડોલરની અર્થવ્યવસ્થાને સ્પર્શવાની ક્ષમતા પેદા કરશે. મુંબઈ શહેરનો લગભગ 600 ચોરસ કિલોમીટર વિસ્તાર, નવી મુંબઈનો લગભગ 344 ચોરસ કિલોમીટર વિસ્તાર ધરાવે છે જ્યારે નૈના 174 ગામો સાથે 370 ચોરસ કિલોમીટર વિસ્તારમાં આવેલું છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે એમએમઆરડીએ અને નીતી આયોગની દેશની આયોજન એજન્સી સંયુક્ત રીતે મુંબઈના કુલ ઘરેલુ ઉત્પાદનને 2030 સુધીમાં હાલના 140 બિલિયનથી વધારીને 300 બિલિયન કરવા માટે પગલાં લેવાની દિશામાં કામ કરી રહી છે, જેમાંથી સૂચિત ત્રીજું મુંબઈ તેનો એક મહત્વપૂર્ણ ભાગ છે.
એમટીએચએલ અને નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ બંને ભારતની જીડીપીમાં 1 ટકા પોઈન્ટનો વધારો કરે તેવી અપેક્ષા છે. સૂચિત એરપોર્ટ આગામી ડિસેમ્બરમાં ખુલવાની ધારણા છે જે માત્ર મુંબઈ એરપોર્ટ પરનું દબાણ જ નહીં પરંતુ પ્રાદેશિક કનેક્ટિવિટી પણ વધારશે. પ્રથમ તબક્કામાં વાર્ષિક 20 મિલિયન મુસાફરોને હેન્ડલ કરવાની અપેક્ષા છે.
સાર્વજનિક પરિવહનને મજબૂત કરવા માટે, મુંબઈ રેલ વિકાસ કોર્પોરેશન દ્વારા 812 કરોડના ખર્ચે નવા પનવેલ-કર્જત ઉપનગરીય રેલ કોરિડોરનું આયોજન કરવામાં આવ્યું છે.
રેલ પ્રોજેક્ટમાં પનવેલ અને કર્જત સહિત પાંચ રેલવે સ્ટેશનોને આવરી લેતા ત્રણ ટનલ અને બે રેલ ફ્લાયઓવરનો સમાવેશ થાય છે. એમઆરવીસીના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેના માટે 57 હેક્ટર ખાનગી જમીન ઉપરાંત 4.4 હેક્ટર સરકારી જમીન સંપાદિત કરવામાં આવી છે. આ પ્રોજેક્ટને 9.13 હેક્ટર જંગલની જમીનની પણ જરૂર છે જેના માટે પરવાનગીઓ છે.
એમઆરવીસી (મુંંબઈ રેલવે વિકાસ કોર્પોરેશન)એ પનવેલ, ચીખલે, મોહપે, ચોક અને કર્જત ખાતે સ્ટેશન બનાવવાનું કામ પણ શરૂ કરી દીધું છે. નવો કોરિડોર નવી મુંબઈને રાયગઢ જિલ્લા સાથે જોડશે. તે પનવેલ, કર્જત, નૈના અને સૂચિત એનટીડીએના વિકાસ માટે ઉત્પ્રેરક તરીકે પણ કામ કરશે. તે લોકલ ટે્રનોને મુંબઈ અને કર્જત વચ્ચે પનવેલ થઈને દોડવાની મંજૂરી આપશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker