ATM લૂંટવા ઘુસ્યા ચોર અને મશીનમાં લાગી આગ, પછી……
મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં ગેસ કટર વડે ATM લુંટવા આવેલા અજાણ્યા ચોરો દ્વારા કરવામાં આવેલા અયોગ્ય કામથી આગ લાગી હતી જેના કારણે 21 લાખ રૂપિયાની સંગ્રહિત રોકડ રાખ થઈ ગઈ હતી, અમ પોલીસે સોમવારે જણાવ્યું હતું. એક અધિકારીએ જણાવ્યું કે, આ ઘટના છત્રપતિ સંભાજીનગરના દૌલતાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારના માલી વાડા સ્થિત રાષ્ટ્રીયકૃત બેંકના ATM કિઓસ્ક પર બની હતી.
“ચોરો રવિવારે મોડી રાત્રે એટીએમ કિઓસ્કમાં પ્રવેશ્યા હતા. તેઓએ એટીએમ ખોલવા માટે ગેસ કટરનો ઉપયોગ કર્યો હતો. જો કે, પ્રક્રિયા દરમિયાન પેદા થયેલી તીવ્ર ગરમીને કારણે આગ લાગી હતી, એટીએમના આંતરિક ભાગોને આગમાં ભારે નુકસાન થયું હતું, પરિણામે મશીનનો નાશ થયો હતો અને સંગ્રહિત રોકડનું નુકસાન થયું હતું, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: સાઉથ આફ્રિકામા રાજકોટના યુવાનને ચોરીના આરોપમાં કંપનીના માલિકે બનાવ્યો બંધક
એટીએમ સેન્ટરનું સંચાલન કરવા માટે જવાબદાર ઇલેક્ટ્રોનિક પેમેન્ટ સિસ્ટમ્સ અધિકારી દ્વારા પૂરી પાડવામાં આવેલ વિગતોના આધારે, પોલીસે એફઆઈઆર નોંધીને આગળની કાર્યવાહી કરી છે.
પોલીસે જણાવ્યું હતું કે એસબીઆઇ બેંકના એટીએમમાં કેટલાક ચોરો ચોરીના ઇરાદે ઘુસ્યા હતા. આ દરમિયાન તેમણે એટીએમનું સીડીઆર મશીન કાપવા માટે કટરનો ઉપયોગ કર્યો, ઘણી મહેનત બાદ પણ તેઓ એટીએમ કાપી શક્યા નહોતા, પણ કટરમાં થઇ રહેલા સ્પાર્કને કારણે મશીનમાં આગ લાગી હતી અને 500 રૂપિયાની નોટો બળીને રાખ થઇ ગઇ હતી. અહીં લાગેલા સીસીટીવીમાં આ ઘટના કેદ થઇ છે, જેમાં જોવા મળે છે કે બે ચોર એટીએમ મશીન કાપવાનું શરૂ કરે છે ત્યારે અચાનક આગ લાગી જાય છે. પોલીસને સોમવારે સવારે છેક આ ઘટનાની જાણ થઇ હતી. ત્યાર બાદ ફાયર બ્રિગેડ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમને ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી.
આ પણ વાંચો: હૈં… ચોરીનો માલ ઘેરપરત?!
પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આ ઘટનાની તપાસ શરૂ કરી છે. જોકે, કુલ કેટલા રૂપિયાની નોટો બળીને રાખ થઇ ગઇ તે હજી સુધી જાણી શકાયું નથી.