ત્રિપુરાથી ચોરી કરવા ફ્લાઇટમાં આવતો ચોર થાણેથી પકડાયો: નાળામાં લેતો હતો આશ્રય

થાણે: ચોરીના ગુનામાં સંડોવાયેલા ત્રિપુરાના 41 વર્ષના શખસની બુધવારે ક્રાઇમ બ્રાન્ચે થાણેથી ધરપકડ કરી હતી. આરોપી ત્રિપુરાથી ચોરી કરવા માટે ફ્લાઇટમાં મુંબઈ આવતો હતો અને પશ્ર્ચિમી ઉપનગરમાં નાળામાં આશ્રય લેતો હતો.
આરોપીની ઓળખ રાજુ મોહંમદ જેનાલ શેખ ઉર્ફે બંગાલી તરીકે થઇ હોઇ તે 25 જુલાઇએ ચોરીના દાગીના વેચવા માટે થાણેના વાગલે એસ્ટેટ વિસ્તારમાં આવ્યો હતો. આની જાણ થતાં પોલીસ ટીમે છટકું ગોઠવીને તેને તાબામાં લીધો હતો.
આરોપી પાસેથી રૂ. 1.13 લાખના દાગીના-રોકડ જપ્ત કરવામાં આવ્યા હતા, એમ ડેપ્યુટી પોલીસ કમિશનર (ક્રાઇમ) શિવરાજ પાટીલે જણાવ્યું હતું. આરોપી વિરુદ્ધ થાણેના કાપુરબાવડી તેમ જ શ્રીનગર પોલીસ સ્ટેશનમાં સાત ગુના દાખલ છે. તે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ ચોરીના ગુનામાં સંડોવાયેલો હોવાનું તપાસમાં જણાયું હતું.
આ પણ વાંચો : થાણે-વસઇ ટનલ પ્રકલ્પ સાડા ચાર વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર આરોપી ત્રિપુરાથી ફ્લાઇટમાં મુંબઈ આવતો હતો અને નાળામાં આશ્રય લેતો હતો. ગુના આચર્યા બાદ તે પાછો ત્રિપુરા જતો રહેતો હતો. (પીટીઆઇ