બર્ફીવાલા બ્રિજ પર થઈ રહ્યા છે આ ગેરકાયદેસર કામો, સ્થાનિક રહેવાસીઓએ કરી ફરિયાદ
![These illegal works are happening on Barfiwala Bridge](/wp-content/uploads/2024/04/dhiraj-2024-04-06T180800.926.jpg)
મુંબઈ: અંધેરી પૂર્વ અને પશ્ચિમને જોડનારા ગોખલે બ્રિજ અને બર્ફીવાલા બ્રિજનું બાંધકામ અનેક કારણોને લીધે રખડી પડ્યું છે. આ બ્રિજનું બાંધકામ હજુ સુધી પૂર્ણ થયું નથી, જેને લીધે બર્ફીવાલા બ્રિજ પર સ્થાનિક રહેવાસીઓએ વાહનો પાર્કિંગ કરવાની સાથે બ્રિજના રસ્તા પર ક્રિકેટ રમવાની સાથે અનેક લોકોએ ત્યાં ઝૂંપડાં બાંધીને રહેવાનું શરૂ કર્યું છે અને આ અધૂરા બ્રિજ પર લોકો કપડાં પણ સુકાવી રહ્યા હોવાનું દ્રશ્ય જોવા મળી રહ્યું છે.
આ પણ વાંચો: બોલો, ફરી પાછું ગોખલે બ્રિજનું કામકાજ લટક્યું, હવે આ મહિને થઈ શકે છે શરૂ
મુંબઈ મહાપાલિકા દ્વારા 2022માં ગોખલે બ્રિજની સાથે બર્ફીવાલા બ્રિજને પણ વાહનો માટે બંધ કરવામાં આવ્યો હતો. આ બ્રિજનું કામ છેલ્લા બે વર્ષથી ચાલી રહ્યું છે. જોકે ગોખલે બ્રિજના એક તરફના ભાગને શરૂ કરવામાં આવ્યો છે પણ બર્ફીવાલા બ્રિજને ગોખલે બ્રિજ સાથે કઈ રીતે જોડી શકાશે એ બાબતે વિચાર પાલિકા કરી રહી છે.
ગોખલે બ્રિજ અને બર્ફીવાલા બ્રિજને સાથે જોડવાના કામમાં વિલંબ થતાં લોકોએ તેના પર કબજો કરવાનું શરૂ કર્યું છે. બર્ફીવાલા બ્રિજ અનેક સમયથી બંધ રાખવામાં આવતા લોકોએ ત્યાં કાર, ટ્રક પાર્ક કરવાનું શરૂ કર્યું છે અને આસપાસના વિસ્તારની ઝૂંપડપટ્ટીઓના રહેવાસીઓ ક્રિકેટ રમવાની સાથે ત્યાં કપડાં સૂકવી રહ્યા છે.
આ પણ વાંચો: ગોખલે બ્રિજના ગર્ડર માટે પશ્ચિમ રેલવેમાં મેજર બ્લોક, જાણો ક્યારે હશે?
બર્ફીવાલા બ્રિજ પર ગેરકાયદેસર રીતે પાર્કિંગ અને અતિક્રમણને લીધે અનેક સ્થાનિક રહેવાસીઓને ત્રાસ સહન કરવો પડે છે. જેથી જ્યાં સુધી ગોખલે બ્રિજનું કામ પૂર્ણ કરીને તેને બર્ફીવાલા બ્રિજ સાથે જોડવામાં નથી આવતો ત્યાં સુધી નાગરિકોને આ મુશ્કેલીનો સામનો કરવો પડશે, એવું એક નાગરિકે કહ્યું હતું.