આમચી મુંબઈ

મુંબઇની હવામાં પ્રદૂષણ વધવા માટે આ પાંચ કારણો જવાબદાર: એક કારણ સાંભળી તમે પણ રહી જશો દંગ

મુંબઇ: દિવાળીને હવે જૂજ દિવસો બાકી રહ્યા છે ત્યારે મુંબઈ નવું જ સંકટ ઊભુ થયું છે. પ્રદૂષણનો એક્યુઆઇ 300 કરતાં વધી ગયો છે. મુંબઇમાં હવાના પ્રદૂષણનું આ સૌથી વધુ સ્તર છે. મુંબઇમાં વધી રહેલા પ્રદૂષણને ધ્યાનમાં લઇને ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ઉપરાંત હાલ પૂરતા મોર્નિંગ વોક પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. માસ્ક વાપરવાની સલાહ આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી છે. શું તમને ખબર છે કે મુંબઇમાં વધતા પ્રદૂષણમાં પાંચ કારણ જવાબદાર છે, એમાંથી એક કારણ તો એવું છે જે તમારા માનવામાં પણ નહીં આવે.

મુંબઇમાં પ્રદૂષણનું સ્તર વધતા મુંબઇની સરખામણી દિલ્હી સાથે થઇ રહી છે. મુંબઇના વધતા પ્રદૂષણને કારણે દર્દીઓમાં પણ વધારો નોંધાયો છે એમ તબીબોનું કહેવું છે. સવારે 11 વાગ્યા સુધી મુંબઇનું વાતાવરણ સ્વચ્છ ન હોવાથી દૂર રહેલ વસ્તું કે વાહનો દેખાતા નથી. મુંબઇની હવાને પ્રદૂષીત કરનારા પાંચ કારણો છે જેમાંથી એક મોટા પ્રમાણમાં થઇ રહેલ પાયાભૂત સુવિધાઓનું કામકાજ છે. મુંબઇમાં મોટા પ્રમાણમાં પાયાભૂત સુવિધાઓના નિર્મણાનું કામ ચાલી રહ્યું છે. એક જ સમયે અનેક કામો ચાલે છે, જેમાં મેટ્રોનું કામ પણ છે. જોકે મેટ્રોને કારણે છેલ્લાં પાંચ વર્ષમાં વાહનોની સંખ્યા ઓછી થઇ હોવાની વિગતો જાણવા મળી છે.


બીજું કારણ એ છે કે મુંબઇમાં 12 લાખ કરતાં વધુ ખાનગી કાર છે, તેથી રસ્તા પર કાયમ ટ્રાફિક જામ દેખાતો હોય છે. ઇચ્છિત સ્થળે જવા માટે બમણો સમય લાગી જાય છે. રસ્તા પર દોડનારા વાહનોને કારણે પણ પ્રદૂષણનું સ્તર વધે છે.
હજી એક કારણ છે ક્લાયમેટ ચેન્જ. સમુદ્રના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. તેથી સમુદ્ર કિનારા પરથી વહેનારા પવન પર તેની અસર થઇ છે. આ બધાનું પરિણામ વાયુ પ્રદૂષણ પર થયું છે. ઓક્ટોબર હિટ અને મોનસૂન પાછું જવામાં લાગેલ સમય પણ તેને માટે કારણભૂત છે.


ચોથું કારણ છે કે ગ્લોબલ વોર્મિંગને કારણે ઓઝોનનો થર વધ્યો છે. પાછલાં ત્રણ વર્ષથી ફોટોકેમિકલ રિએક્શન મોટા પ્રમાણમાં નિર્મિત થયું છે. નાઇટ્રોજન ઓક્સાઇડી હાજરી ફોટોકેમિકલ રિએક્શન થયા છે. અને ઓક્સીજનનું નિર્ણાણ થાય છે જેને કારણે ઓક્સીજનમાં ઓઝોનનું થર વધી રહ્યું છે.


પાંચમું કારણ તો એવું છે જે તમે ક્યારેય વિચારી નહીં શકો. આઇઆઇટી મુંબઇના એસોસિએટ પ્રોફેસર હરીશ ફુલેરિયાએ મુંબઇમાં કેટલાંક સ્થળોએ વધેલા વાયુ પ્રદૂષણ તરફ ઘ્યાન દોર્યું છે. તેમના મત મુજબ હાઇ રાઇઝ બિલ્ડિંગ ઉંચી ઇમારતોને કારણે હવાની પેટર્ન બદલાઇ છે કે શું? એ અંગે વિચાર કરવો જોઇએ. આ ઇમારતો પહેલાંની જેમ સમુદ્રમાંથી આવનારા પવનને કામ કરવા દેતી નથી. આ પણ હવાના પ્રદૂષણનું એક કારણ હોઇ શકે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ