આમચી મુંબઈમહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ આવશે…. ઠાકરે જૂથના નેતાનું સૂચક વિધાન

મુંબઇ: છેલ્લાં લગભગ દોઢ વર્ષથી મહારાષ્ટ્રમાં સત્તા સંઘર્ષ ચાલી રહ્યો છે. એકનાથ શિંદે અને તેમની સાથે ગયેલા 16 વિધાનસભ્યો પર અપાત્રતાની તલવાર લટકી રહી છે. 16 વિધાનસભ્યોની અપાત્રતા પર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકર સામે સુનવણી ચાલી રહી છે. સુપ્રિમ કોર્ટના નિર્ણય બાદ કાર્યવાહી વધુ સ્પિડમાં થઇ રહી હોવાનું દેખાઇ રહ્યું છે. દરમીયાન ઠાકરે જૂથના નેતા ચંદ્રકાંત ખૈરેએ મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ આવશે તેવું સૂચક વિધાન કર્યું છે.

એકનાથ શિંદે સહિત 16 વિધાનસભ્યો અપાત્ર સાબિત થશે અને ઉદ્ધવ ઠાકરેની તરફેણમાં નિર્ણય આવશે એવું વિધાન ઠાકરે જૂથના નેતા ચંદ્રકાંત ખૈરેએ કર્યું છે. અમારો સત્યનો પક્ષ છે અને કોઇ પણ સંજોગોમાં જીત તો ઉદ્ધવ ઠાકરેની જ થશે. એં ચંદ્રકાંત ખૈરેએ એક ન્યૂઝ ચેલન સાથે વાત કરતાં કહ્યું હતું.ચંદ્રકાંત ખૈરેએ વધુમાં કહ્યું કે, 16 વિધાનસભ્યોના નિર્ણય બાદ મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ આવશે. અમે સાચા છીએ અને ઉદ્ધવ ઠાકરે સંયમી નેતા છે. તેથી ઉદ્ધવ ઠાકરેની જ જીત થવી જોઇએ. તેમની જીત થશે એમ હું નથી કહેતો પણ તેમની જીત થવી જોઇએ એમ હું કહું છું. કારણ કે જીત થશે એમ હું કહીશ તો પ્રશ્ન આવશે કે તમને કેવી રીતે ખબર છે?

હું એક ધાર્મિક માણસ છું, હું મારા ભગવાનને પ્રાર્થના કરું છું. હું પૂજા કરું છું અને તેની મને ખબર છે. કોઇ પણ પરિસ્થિતીમાં ઉદ્ધવ ઠાકરેની જ જીત થશે. આ નિર્ણય બાબતે જ્યારે અમે ઉચ્ચ ન્યાયાલય, સર્વોચ્ચ ન્યાયાલયના અનેક ન્યાયાધીશ, એક્સપર્ટ્સ સાથે ચર્ચા કરીએ છીએ ત્યારે એખ જ જવાબ મળે છે કે આ 16 વિધાનસભ્યો અપાત્ર સાબિત થશે. તેમના મિત્ર પક્ષના લોકો પણ આવું જ માને છે. જો આવું બનશે તો મહારાષ્ટ્રમાં બહુ મોટો ભૂકંપ આવશે. એમ ચંદ્રકાંત ખૈરેએ કહ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button