ભિમાશંકર સહિત પુણેના 71 મંદિરમાં દર્શનાર્થી માટે રહેશે ડ્રેસ કોડ, જાણો શું હશે નિયમ?
પુણે: દેશના 12 જ્યોતિલિંગમાંથી એક મહારાષ્ટ્રના પુણેમાં આવેલી ભિમાશંકર જ્યોતિલિંગમાં પણ દેશના બીજા પ્રખ્યાત મંદિરોની જેમ ડ્રેસ કોડનો કડક નિયમ લાગુ કરવામાં આવ્યો છે.
પુણે નજીક આવેલા 71 મંદિરો સાથે જ્યોતિલિંગ મંદિરમાં પવિત્રતા અને ભારતની સંસ્કૃતિને જાળવી રાખવા માટે મંદિર સમિતિ દ્વારા નિર્માણ લેવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રના કુલ 528 જેટલા મંદિરમાં ડ્રેસ કોડનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે.
મહારાષ્ટ્રમાં મુંબઈ, પુણે સાથે અનેક જિલ્લામાં મંદિરમાં પ્રવેશ કરવા માટે એક ખાસ પ્રકારનો ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યા છે. આ પ્રકારનો નિયમ મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં પણ મંદિર સમિતિ દ્વારા સંસ્કૃતિનું રક્ષણ કરવા માટે આવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે, જેથી મંદિરમાં ફાટેલી જીન્સ, ક્રોપ ટોપ, સ્લીવ લેસ ડ્રેસ અને બર્મુડા પહેરીને આવતા ભક્તોને પ્રવેશ નહીં આપવામાં આવે, એવું મંદિર સમિતિના એક અધિકારીએ કહ્યું હતું.
2020માં કેન્દ્ર સરકાર દ્વારા દરેક સરકારી ઓફિસ, મંદિર, ગુરુદ્વારા, ચર્ચ, મંદિર અને બીજા ધાર્મિક સ્થળોની સાથે શાળા, કૉલેજ, કોર્ટ અને પોલીસ સ્ટેશનમાં કર્મચારીઓ અને લોકો માટે યોગ્ય ડ્રેસ કોડને લાગુ કરી તેને પાળવાનો આદેશ બહાર પાડ્યો હતો.
હિન્દુ મંદિરોમાં શુદ્ધતા, શિષ્ટાચાર અને સંસ્કૃતિનું રક્ષણ અને પાલન કરવામાં આવે એવા ધ્યેય સાથે મંદિર સમિતિ દ્વારા પુણે જિલ્લાના 71 મંદિરમાં ‘મહારાષ્ટ્ર મંદિર મહાસંઘ’ દ્વારા ડ્રેસ-કોડને લાગુ કરવામાં આવ્યો છે.
થોડા સમય પહેલા સરકારી ઓફિસમાં અધિકારીઓએ અને કર્મચારીઓ જીન્સ, ટી-શર્ટ અને ચમકીલા રંગના કપડાં પહેરીને આવતા હતા અને આ સાથે બુટને બદલે સ્લીપર અને ચપ્પલ પહેરીને પણ આવતા હતા.
2016માં ચેન્નઈની કોર્ટ દ્વારા મંદિરોમાં પણ યોગ્ય પહેરવેશવાળા જ લોકોને મંદિરમાં પ્રવેશ આપવાનો આદેશ આપ્યો હતો, જેથી આ નિયમની યોગ્યતાને સમજીને બીજા મહારાષ્ટ્ર સહિતના બીજા રાજ્યોના મંદિરમાં પણ આ નિયનને લાગુ કરવામાં આવ્યો હતો.