આમચી મુંબઈ
એનડીએનો સાથ છોડવાનો સવાલ જ નથી: અજિત પવાર
મુંબઈ: એનસીપીના બે જૂથ દ્વારા એકમેકની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીઓ સંદર્ભે મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરે ગુરુવારે આપેલા ચુકાદાના કેટલાક કલાક પહેલા ભારતીય જનતા પક્ષના નેતૃત્વ હેઠળના નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (એનડીએ) સાથે કરેલા જોડાણમાં પીછેહઠ કરવાનો સવાલ જ નથી ઊભો થતો એમ એનસીપીના એક જૂથના અધ્યક્ષ અજિત પવારે જણાવ્યું હતું. ગયા વર્ષે જુલાઈમાં એનસીપીમાં ઊભી તિરાડ પડી હતી જ્યારે અજિત પવાર અન્ય આઠ વિધાનસભ્યો સાથે એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેના – ભાજપ સરકારમાં જોડાઈ ગયા હતા. એને પગલે સામસામી અરજીઓ થઈ હતી. ચૂંટણી પંચે તાજેતરમાં પક્ષનું નામ (એનસીપી) અને ચૂંટણી ચિ ઘડિયાળ અજિત પવાર જૂથને બહાલ કર્યું હતું. (પીટીઆઈ)