આમચી મુંબઈ

પૂર્વ ઉપનગરમાં ૬૭ વર્ષથી કોઇ મોટી હૉસ્પિટલ નથી

ઘાટકોપરની રાજાવાડી, સાયન અને કેઇએમ પર દર્દીઓ નિર્ભર રહેવું પડે છે

મુંબઈ: પૂર્વ ઉપનગરમાં ઘાટકોપરની રાજાવાડી હૉસ્પિટલ સિવાય છેલ્લા ૬૭ વર્ષથી કોઈ મોટી હૉસ્પિટલ બનાવવામાં આવી નથી. લોકોને હજુ પણ સાયન, કેઇએમ હૉસ્પિટલ પર નિર્ભર રહેવું પડે છે. જ્યારે સમગ્ર વિસ્તારની વસ્તી ૧૬ લાખથી વધુ છે. આગામી થોડા વર્ષમાં ઉત્તર પૂર્વ જિલ્લામાં ચાર મોટી હૉસ્પિટલો બનશે, જે લોકોને ઘણી સુવિધા પૂરી પાડશે.
વડોદરાના મહારાજા ગાયકવાડે જમીન દાનમાં આપી હતી
હાલમાં પૂર્વ ઉપનગરના લોકોને રાજાવાડી હૉસ્પિટલ પર જ નિર્ભર રહેવું પડે છે. મોટા અને ગંભીર રોગોની સારવાર અને તપાસ માટે ડૉકટરો પોતે જ અન્ય હૉસ્પિટલોમાં મોકલે છે. એવું કહેવાય છે કે રાજાવાડી હૉસ્પિટલ માટે જમીન વડોદરાના મહારાજા ગાયકવાડે દાનમાં આપી હતી. તે સમયે આ વિસ્તાર રાજાવાડી કહેવાતો. ૧૯૫૦માં, જમીન પાલિકા દ્વારા સંપાદિત કરવામાં આવી હતી અને રાજાવાડી હૉસ્પિટલનું બનાવવામાં આવી હતી.
૧૯૭૬માં હૉસ્પિટલને મોટા માળખામાં પરિવર્તિત કરવામાં આવી હતી
૧૯૫૬માં, ઘાટકોપરના વાડીલાલ ચતુર્ભુજી ગાંધી અને મોનજી અમીદાસ વોરા પરિવાર દ્વારા હૉસ્પિટલને ૧,૦૧,૧૦૧ દાન કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ તો મહાનગરપાલિકાના સહયોગથી નાનું દવાખાનું બનાવવામાં આવ્યું હતું. ૧૯૫૭માં, મુલુંડ સુધીના પૂર્વીય ઉપનગરોને મુંબઈ મનપાની હદમાં ભેળવી દેવામાં આવ્યા હતા અને રાજાવાડી હૉસ્પિટલ ખાતેના દવાખાનાને એસવી ખીમજી મેટરનિટી હૉસ્પિટલને ૨૦ બેડની હૉસ્પિટલમાં સમાવીને વિસ્તૃત કરવામાં આવી હતી. તે પછી ૫૦ બેડની હૉસ્પિટલ બનાવવામાં આવી, જેમાં ઓપરેટિંગ થિયેટર, એક્સ-રે વિભાગ અને પેથોલોજી વિભાગનો સમાવેશ થાય છે. ઓપરેટિંગ થિયેટર વીસી ગાંધીની મદદથી બનાવવામાં આવ્યું હતું. ૧૯૬૯માં, હૉસ્પિટલમાં પ્રસૂતિશાસ્ત્ર, સ્ત્રીરોગવિજ્ઞાન અને બાળરોગના વોર્ડ સહિતના નવા વિભાગો બનાવવામાં આવ્યા હતા. પહેલી ઑગસ્ટ, ૧૯૭૩ના રોજ અકસ્માત વિભાગની રચના કરવામાં આવી હતી, ૧૯૭૬ માં તેને એક મોટું પરિવર્તન આપવામાં આવ્યું હતું. હાલમાં રાજાવાડી હૉસ્પિટલ મુંબઈના પૂર્વ ઉપનગરોમાં ૫૯૬ પથારીની ક્ષમતા સાથે મુખ્ય હૉસ્પિટલ તરીકે કાર્યરત છે. આ સિવાય આ વિસ્તારમાં કોઈ મોટી હૉસ્પિટલ બનાવવામાં આવી નથી, તેથી લોકોને સાયન અને કેઇએમ જેવી હૉસ્પિટલો પર નિર્ભર રહેવું પડે છે.ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…