મુંબઈ સહિત રાજ્યમાં ઠંડી વધવાની શક્યતા | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

મુંબઈ સહિત રાજ્યમાં ઠંડી વધવાની શક્યતા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ સહિત રાજ્યમાં ફરી એક વખત શિયાળાની ઠંડી માણવા મળે એવી શક્યતા છે. શનિવારે મુંબઈમાં 35.7 ડિગ્રી તાપમાન સાથે મોસમનો અત્યાર સુધીનો સૌથી ગરમ દિવસ રહ્યા બાદ 48 કલાકમાં જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. સોમવારના મકરસંક્રાતિના દિવસની સવાર મુંબઈગરા માટે ઠંડી રહી હતી.
સોમવારે વહેલી સવારના વાતાવરણ ઠંડકભર્યું રહ્યું હતું અને ઘરની બહાર નીકળનારાઓને સ્વેટર-શાલ ફરી એક વખત કબાટમાંથી બહાર કાઢવા પડ્યા હતા. હવામાન ખાતાના કહેવા મુજબ સોમવારની સવારના સાંતાક્રુઝ લઘુતમ તાપમાન 18.7 નોંધાયું હતું. જોકે સામાન્ય કરતા આ તાપમાન એક ડિગ્રી વધારે હતું. તો કોલાબામાં લઘુતમ તાપમાન 22 ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતા ત્રણ ડિગ્રી વધારે રહ્યું હતું.
મુંબઈમાં હજી શનિવારે મહત્તમ તાપમાન 35.7 ડિગ્રી જેટલું નોંધાયું હતું અને શનિવારનો દિવસ મોસમનો અત્યાર સુધીનો સૌથી ગરમ દિવસ રહ્યો હતો. 48 કલાકમાં જ વાતાવરણમાં ફરી પલટો જણાયો હતો અને સોમવારે લઘુતમ તાપમાન 18.7 ડિગ્રી નોંધાયું હતું.
મુંબઈ સહિત રાજ્યમાં આખા અઠવાડિયા દરમિયાન ઠંડીનું પ્રમાણ ઘટીને ગરમી અને ઉકળાટભર્યું વાતાવરણ રહ્યું હતું. તો અરબી સમુદ્રમાં તૈયાર થયેલા ઓછા દબાણના પટ્ટાને કારણેે રાજ્યમાં કમોસમી વરસાદ પડ્યો હતો. જોકે હવે વાતાવરણમાં ફરી પલટો આવ્યો છે અને રાજ્યમાં ફરી ઠંડીના આગમનની શક્યતા છે.
હવામાન ખાતાએ સોમવારે તેની આગાહીમાં જણાવ્યું હતું કે રાતનું તાપમાન 18 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને લઘુતમ તાપમાન 18 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. રાજ્યમાં વાતાવરણ સુક્કુ રહેવાની શક્યતા છે. ઠંડીની અસર વિદર્ભને વધુ જણાશે. ઉ

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button