આમચી મુંબઈમહારાષ્ટ્ર

…તો બાર અને પબવાળા સામે થશે ફોજદારી કાર્યવાહીઃ ફડણવીસ

મુંબઈઃ બાઇક પર સવાર બે સોફ્ટવેર પ્રોફેશનલનો ભોગ લેનારી પુણે પોર્શ કાર અકસ્માતની ઘટનાએ મહારાષ્ટ્ર ઉપરાંત આખા દેશમાં ચકચાર જગાવી હતી. આ ઘટનામાં સગીર વયના આરોપીએ બારમાં દારૂનું સેવન કર્યું હોવાનું જણાતા બાર દ્વારા સગીર વયના કિશોરોને પણ દારૂ પીરસવામાં આવતો હોવાની વાત સામે આવી હતી. જેને પગલે હવે કાયદાની વિરુદ્ધ જઇને કાયદામાં જોગવાઇ છે તેના કરતાં ઓછી ઉંમરના યુવાનોને દારૂ પીરસનારા બાર અને પબ પર ચાંપતી નજર રાખવામાં આવશે, તેમ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સૂચવ્યું છે.

આ પણ વાંચો: “તમારે જોઈએ તેટલા પૈસા લો, હું આપીશ…”પૂણે પોર્શ કારના આરોપી સગીરે પૈસાનો રોફ દેખાડ્યો

ફડણવીસે આ અંગે વાત કરતા જણાવ્યું હતું કે જે પણ પબ કે બાર સગીરોને દારૂ પીરસશે તેમનું લાઇસન્સ રદ કરી દેવામાં આવશે અને તેમના વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી પણ કરવામાં આવશે. આ માટે વિશેષ પ્રકારના સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે, તેવી માહિતી પણ ફડણવીસે આપી હતી.

આ પણ વાંચો: પુણે પોર્શ કાર અકસ્માતઃ બ્લડ સેમ્પલ બદલવા માટે રૂ. 3 લાખની લાંચ

આ સિવાય રજિસ્ટ્રેશન પૂરું કર્યા વિના ગાડી રસ્તા પર ચલાવવા બદલ મુખ્ય આરોપીના પિતા વિશાલ અગ્રવાલ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હોવાનું અને આ બાબતે આરટીઓ અધિકારીઓની ભૂમિકાની તપાસ પણ ચાલી રહી હોવાનું ફડણવીસે જણાવ્યું હતું.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદ લેવાશે
સગીર વયના કિશોરોને બાર કે પબમાં પ્રવેશ આપીને તેમને દારૂ નથી પીરસવામાં આવતો તેની ખાતરી કરવા માટે અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ હવેથી કરવામાં આવશે. બારમાં કે પબમાં પ્રવેશ કરનારાઓનું આઇડી એટલે કે આઇડેન્ટિફિકેશન કાર્ડ તપાસવામાં આવે છે કે નહીં તે જોવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઇ આધારિત સીસીટીવી કેમેરા બેસાડવાની સૂચના બાર અને પબના માલિકોને આપવામાં આવી હોવાનું ફડણવીસે જણાવ્યું હતું. જો કોઇ સગીર વયના કિશોરોને દારૂ પીરસશે તો તેમનું લાઇસન્સ રદ કરાશે અને તેમના વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે, તેમ ફડણવીસે જણાવ્યું હતું.

ડ્રગ્ઝનો ગોરખધંધો રોકવા એટીએસ કામે લાગી
પુણેમાં ડ્રગ્ઝનું સેવન કરનારા યુવાનોનો વીડિયો વાયરલ થયા બાદ સરકારે કડક પગલાં લેવાનું શરૂ કરતા મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ડ્રગ્ઝનો ગોરખધંધો કરનારાઓ વિરુદ્ધ બુલડોઝર કાર્યવાહી શરૂ કરી છે ત્યારે ડ્રગ્ઝનું નેટવર્ક શોધી કાઢવા માટે એન્ટિ ટેરેરિઝમ સ્ક્વોડ એટલે કે એટીએસને પણ સૂચના આપી દેવામાં આવી હોવાનું ફડણવીસે જણાવ્યું હતું. ડ્રગ્ઝનું રેકેટ ચલાવનારા અને તેમને ભંડોળ કોણ પૂરું પાડે છે તે વિશે તપાસ એટીએસ કરી રહી હોવાનું ફડણવીસે જણાવ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો