બોલો, સાંતાક્રુઝમાં ચોરી અને વેચાણ થાણેમાંઃ ચોર પાસેથી જપ્ત કર્યાં 110 મોબાઈલ…

મુંબઈ: મોબાઈલ વપરાશ સાથે મોબાઈલની ચોરીના કિસ્સામાં પણ વધારો થઈ રહ્યો છે. જાહેર સ્થળો કે લોકલ ટ્રેનોમાં પણ ચોરી વધી રહી છે ત્યારે તાજેતરમાં મુંબઈમાં ચોરી કરનારા ચોરને થાણેમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : આકર્ષક વળતરની લાલચમાં બોરીવલીના યુવાને 1.53 કરોડ રૂપિયા ગુમાવ્યા
આ અંગે પોલીસ અધિકારીએ કહ્યું હતું કે થાણેમાં ચોરીના મોબાઇલ વેચવા માટે આવેલા આરોપીને ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડીને 110 મોબાઇલ જપ્ત કર્યા હતા, જે તેણે સાંતાક્રુઝની દુકાનમાંથી ચોર્યા હતા.
થાણે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ મળેલી માહિતીને આધારે શનિવારે કલવા રેલવે સ્ટેશન પાસે છટકું ગોઠવીને ચોરીના મોબાઇલ વેચવા આવેલા આદિલ મસીઉદ્દીન ખાનને તાબામાં લીધો હતો. તેની પાસેની બેગની તલાશી લેવાતાં 5.50 લાખ રૂપિયાની કિંમતના 110 મોબાઇલ મળી આવ્યા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો : ઍર હોસ્ટેસને મની લોન્ડરિંગના કેસમાંધરપકડની ધમકી આપી 10 લાખ પડાવ્યા
ઉપરોક્ત મોબાઇલ અંગે પોલીસે આદિલની પૂછપરછ કરતાં તેણે સાંતાક્રુઝમાં વાકોલા પોલીસ સ્ટેશનની હદમાં 18 ડિસેમ્બરે મળસકે દુકાનનાં તાળાં તોડીને ચોર્યા હોવાની કબૂલાત કરી હતી. આથી ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ વાકોલા પોલીસનો સંપર્ક સાધતાં ત્યાં ચોરીનો ગુનો દાખલ હોવાનું જાણવા મળ્યું હતું.