આમચી મુંબઈ

અમેરિકા અને ભારતના યુવાઓ બનશે બન્ને દેશના વિકાસના સેતુ

મુંબઈ યુનિવર્સિટી-અમેરિકન કોન્સ્યુલેટ દ્વારા યુવા સંવાદ

મુંબઈ: યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા અને ભારતની યુવાશક્તિ કઇ રીતે બંને દેશો વચ્ચેના સંબંધો વધુ દૃઢ બનાવી શકે તેમ જ બંને દેશ એકબીજાના યુવાનો માટે કઇ રીતે વિકાસની તક ઊભી કરી શકે તે વિશે ચર્ચા માટે અમેરિકન કોન્સ્યુલેટ(મુંબઈ) દ્વારા મુંબઈ યુનિવર્સિટી સાથે મળીને ‘લેવરેજીંગ યુથ ટુ સ્ટ્રેન્થન યુ.એસ-ઇન્ડિયા પાર્ટનરશિપ’ સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
મુંબઈ યુનિવર્સિટી ખાતે યોજાયેલા આ સંવાદ કાર્યક્રમમાં યુવાનો-વિદ્યાર્થીઓને પણ સામેલ કરવામાં આવ્યા હતા અને તેમના વિચારો જાણી તેમની સાથે સીધો સંવાદ સાધવામાં આવ્યો હતો. એઆઇ(આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ)ના વધતા પ્રભાવ અને તેના દુરુપયોગ-લાભ, ભારતીય વિદ્યાર્થીઓને અમેરિકામાં અભ્યાસ માટે મળતી તકો અને તેમની સુરક્ષા, ક્લાઇમેટ ચેન્જ અને ફૂડ સેફ્ટી જેવા વિવિધ વિષયો વિશે અમેરિકાના પબ્લિક ડિપાર્ટમેન્ટ ઍન્ડ પબ્લિક અફેર્સના અંડર સેક્રેટરી એલિઝાબેથ એલન, યુ.એસ કોન્સ્યુલેટ જનરલ(મુંબઈ)ના પબ્લિક અફેર્સ ઓફિસર બ્રેન્ડા સોયા તેમ જ જાણીતા અખબારના વરિષ્ઠ પત્રકારે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. આ સાથે જ તેમણે યુવાનો-વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધી તેમના વિચારો જાણી તેમના પ્રશ્ર્નોના જવાબ આપ્યા હતા. આ ઉપરાંત ભારત, અમેરિકા ઉપરાંત આખા જગતમાં યુવાનોને સતાવતો રોજગારનો પ્રશ્ર્ન પણ એક મોટી સમસ્યા હોવાનું અને તેનો ઉકેલ લાવવા માટે સંયુક્ત ધોરણે કામ કરવું જરૂરી હોવાનો મત તેમણે પ્રગટ કર્યો હતો. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button