આમચી મુંબઈનેશનલ

આ મોટી બેંકનું X Account Handle થયું Hacked, બેંકે પોસ્ટ કરીને આપી માહિતી…

પબ્લિક સેક્ટરની મોટી બેંકમાંથી એક એવી કેનેરા બેંક (Canara Bank)નું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ એકાઉન્ટ ગઈકાલે એટલે કે શનિવારે હેક થઈ ગયું હોવાની માહિતી સામે આવી રહી છે. કેનેરા બેંકનું એક્સ એકાઉન્ટ હેક Canara Bank X Handle Hacked) થયા બાદ હેકરોએ બેંકના ઓફિશિયલ હેન્ડનું નામ બદલીને ‘ether.fi’ કરી નાખ્યું હતું અને લોકેશન પણ બદલીને કેમેન આઈલેન્ડ કરી દીધું હતું.

આ પણ વાંચો: નવી સરકાર બનતા જ વર્લ્ડ બેંકે આપ્યા good news, કહ્યું- આગામી 3 વર્ષમાં દુનિયા જોશે ભારતનો દબદબો

બેંક દ્વારા રવિવારે 23મી જૂનના આ બાબતની માહિતી ફેસબુક પેજ પર એક પોસ્ટ કરીને પોતાના ગ્રાહકોને આપી હતી. બેંક દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું હતું કે કેનેરા બેંક તમામ સંબંધિતોને આ બાબતે જણાવવા માંગે છે કે બેંકના એક્સ એકાઉન્ટ સાથે ચેડાં કરવામાં આવ્યા છે. ટીમ દ્વારા આ બાબતે વધુ તપાસ કરાઈ રહી છે અને બેંક પોતાના ઓફિશિયલ હેન્ડલનું એક્સેસ પાછું મેળવવા માટે કામ કરી રહ્યું છે.

આ પણ વાંચો: બેંકોમાં દાવા વગરની થાપણો ૨૬ ટકા વધીને રૂ. ૭૮,૨૧૩ કરોડ થઇ: RBI

બેંક દ્વારા ખાતાધારકોને પણ સૂચના આપવામાં આવી છે કે તેઓ હેક કરવામાં આવેલા એકાઉન્ટ પર કોઈ પણ પ્રકારની માહિતી શેર ના કરે. બેંક બને એટલું ઝડપથી આ સમસ્યાને ઉકેલવાનો પ્રયાસ કરી રહી છે. જેવું ઓફિશિયલ હેન્ડલનું એક્સેસ પાછું મળશે તો તરત જ આ બાબતની જાણકારી ગ્રાહકોને આપવામાં આવશે. ગ્રાહકોને પડી રહેલી અસુવિધા માટે માફી પણ માંગી હતી.

આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી બેંકના કર્મચારીઓમાં ફફડાટ, રવિવારે યોજાશે મહત્વની બેઠક

અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલી વખત નથી થયું કે કોઈ બેંકનું એક્સ એકાઉન્ટ હેક કરવામાં આવ્યું હોય. આ પહેલાં એક્સિસ બેંકનું એક્સ એકાઉન્ટ હેક (Axis Bank X Account Handle Hacked) કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ બેંકના હેન્ડલ પરથી ક્રિપ્ટોકરન્સી માટે અલગ અલગ પ્રકારની પોસ્ટ કરી હતી. આ બાબતે માહિતી મળતાં બેંક દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker