૧૨માની ઉત્તર પત્રિકા તપાસવાનો રસ્તો સાફ
પુણે: શિક્ષણ પ્રધાન દીપક કેસરકરે મહારાષ્ટ્ર રાજ્ય જુનિયર કોલેજ ટીચર્સ ફેડરેશનના અધિકારીઓ સાથે ચર્ચા કરી અને તેમની માંગણીઓ સાથે સંમત થયા હોવાથી ૧૨માની ઉત્તરવહીની તપાસવા સામેનો બહિષ્કાર શિક્ષક સંઘે પાછો ખેંચ્યો હોવાની જાહેરાત, શિક્ષક સંઘના પ્રમુખ ડો. સંજય શિંદેએ કરી છે. જૂની પેન્શન યોજના માટે સરકારી કર્મચારીઓ માટેનો આદેશ જુનિયર કોલેજના શિક્ષકોને પણ લાગુ કરવો, ૧ નવેમ્બર, ૨૦૦૫ પછી સેવામાં જોડાયેલા લોકો માટે જૂની પેન્શન યોજના લાગુ કરવી અને ટૂંક સમયમાં નિર્ણય જાહેર કરવો, પગાર વધારામાં બાકી રહેલા ૨૫૩ શિક્ષકોની ભૂલો સુધારીને નાણાં વિભાગની સંમતિથી ટૂંક સમયમાં તેમના એડજસ્ટમેન્ટ ઓર્ડર જારી કરવા જેવા મુદ્દે સહમતી સધાઈ હતી. ૨૦૦૧ થી આઇટી વિષયના માન્ય શિક્ષકોના પગાર ધોરણનો મુદ્દો પેન્ડિંગ હતો. જેમાં આ શિક્ષકોની શૈક્ષણિક લાયકાતને ધ્યાનમાં રાખીને માન્ય શિક્ષકોને ખાલી પડેલી જગ્યાઓ પર એડજસ્ટ કરવાનો નિર્ણય લેવાયો હતો. શિક્ષકોનું એડજસ્ટમેન્ટ ૬૦ દિવસમાં કરવામાં આવશે.
સરકારી કર્મચારીની જેમ શિક્ષકોને ૧૦, ૨૦, ૩૦ વર્ષનું સુધારેલું ઇન-સર્વિસ પગાર ધોરણ આપવાની યોજના અમલમાં મૂકવા માટે નાણાં વિભાગને દરખાસ્ત રજૂ કરાઈ છે.