આમચી મુંબઈ

દક્ષિણ મુંબઈના અંડર ગ્રાઉન્ડ નાળાની સફાઈ થશે ₹ ૩૦ કરોડને ખર્ચે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દક્ષિણ મુંબઈના અનેક વિસ્તારમાં વરસાદના પાણી ભરાવવાની સમસ્યાથી છૂટકારો મળવાનો છે. બ્રિટિશ કાળની જૂની અંડર ગ્રાઉન્ડ વરસાદી પાણીનો નિકાલ કરનારી પાઈપલાઈનમાં ગાળ (કાદવ-કીચડ) જમા થઈ ગયો હોવાથી પાણીનો નિકાલ થવામાં અડચણો આવી રહી છે. તેથી સાયનથી લાલબાગ સુધીની આ અંડર ગ્રાઉન્ડ પાઈપલાઈનની સફાઈ ૩૦ કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવવાની છે.
મુંબઈ શહેર અને ઉપનગરમાં વરસાદી પાણીનો નિકાલ કરવા માટે સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઈન તૈયાર કરવામાં આવી છે. જમીનની નીચે રહેલી આ પાઈપલાઈનની સફાઈ ફક્ત જયાં મૅનહોલ્સ હોય ત્યાં પૂરતી જ કરવામાં આવે છે. બે મૅનહોલ્સ વચ્ચેના અંતરની સફાઈ કરી શકાતી નથી. તેથી પાઈપલાઈનમાં સફાઈના અભાવે વરસાદી પાણીનો નિકાલ થવામાં અનેક વખત મુશ્કેલી આવે છે, તેને ધ્યાનમાં રાખીને અંડરગ્રાઉન્ડ ર્સ્ટોમ વોટર ડ્રેનેજ લાઈનની સાફસફાઈ કરીને બે મૅનહોલ્સ વચ્ચે જમા થઈ ગયેલા ગાળને મશીન દ્વારા સાફ પણ કરવામાં આવવાના છે.
મુંબઈ શહેર અને ઉપનગરમાં વરસાદના પાણીનો નિકાલ કરવા માટે ર્સ્ટોમ વોટર ડ્રેનેજ લાઈનના જાળા જમીનની નીચે આવેલા છે. મુંબઈ શહેરમાં આ પાઈપલાઈન અંડરગ્રાઉન્ડમાં આવેલી હોય સ્ટોર્મ ડ્રેન લાઈનના બોક્સ અને પાઈપલાઈનની યોગ્ય પ્રકારે દેખરેખ અને જાળવણી માટે મનુષ્યબળની સાથે જ મશીનરીની મદદ લેવામાં આવે છે. પરંતુ બે મૅનહોલ્સમાં સાધારણ રીતે અંતર લગભગ ૩૦ મીટરનું હોય છે. આ અંતર વચ્ચેની સફાઈ કરવા માટે યોગ્ય મશીનરી અને કુશળ મનુષ્યબળ પાલિકા પાસે ઉપલબ્ધ નથી. તેને કારણે અંડરગ્રાઉન્ડ સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઈનમાં રહેલા અંધારા અને ઝેરી વાયુ તથા હવાની અવરજવર ન હોવાથી આ કામ માટે મનુષ્યબળનો ઉપયોગ કરી શકાતો નથી. તેથી આ કામ માટે પાલિકા કૉન્ટ્રેક્ટર નીમવાની છે. તે માટે એક ખાનગી કંપની પાત્ર ઠરી છે, તેને ચાર વર્ષ માટે ચોમાસાને બાકાત કરતા ૩૧ મહિનાના સમયગાળા માટે લગભગ ૩૦ કરોડ ૯૪ લાખ રૂપિયાનો કૉન્ટ્રેક્ટ આપવામાં આવ્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button